31 C
Gujarat
Tuesday, October 6, 2026
Home HeadLines અરવલ્લી : કોંગ્રેસનો ચૂંટણી કમિશનર સામે હલ્લાબોલ મેઘરજ અને ભિલોડામાં ધરણાં યોજી...

અરવલ્લી : કોંગ્રેસનો ચૂંટણી કમિશનર સામે હલ્લાબોલ મેઘરજ અને ભિલોડામાં ધરણાં યોજી આવેદન પત્ર આપ્યું

0

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી કમિશનરની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા મેઘરજ અને ભિલોડામાં વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મેઘરજ શહેરમાં વિરોધ રેલી યોજી ગ્રીન પાર્ક ચાર રસ્તા ખાતે રસ્તો રોકીવિરોધ નોંધાવ્યો હતો.આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે ઈન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ EVMના બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા EVMમાં ગેરરીતિના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

 

બીજી તરફ ભિલોડામાં પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરના વિરોધમાં ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ જ્ઞાનેશ કુમારની કામગીરી સામે વિરોધ નોંધાવી તેમના રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ ભિલોડા કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કોંગ્રેસે પોતાની વિવિધ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવીને ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, EVMમાં ગેરરીતિ સહિતના આક્ષેપો અંગે સત્તાવાર તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવાની બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!