33.5 C
Gujarat
Wednesday, October 7, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : શામળાજીના પાલ્લા ગામમાં તસ્કારો ત્રાટકી લાખ્ખોની ચોરી કરી બાઈક લઇ...

અરવલ્લી : શામળાજીના પાલ્લા ગામમાં તસ્કારો ત્રાટકી લાખ્ખોની ચોરી કરી બાઈક લઇ ફરાર

0

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકમાં તસ્કર ટોળકીએ જમાવટ કરી પાલ્લા ગામમાં ત્રાટકી એક રાત્રીમાં પાંચ મકાનોને નિશાન બનાવી દસ લાખના સોના ચાંદીના દાગીના સહીત ઘર આગળ પાર્ક કરેલી બાઈક પર ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે શામળાજી પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવાઓ પોકળ સાબિત થતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે

 

શામળાજી તાલુકાના પાલ્લા ગામમાં ઘરફોડ ચોર ટોળકી ત્રાટકી પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી ઘરના દરવાજા ગ્રીલ તોડી સોના ચાંદીના દાગીના સહીત કિંમતી ચીજવાસ્તુઓ ચોરી કરી રફુચકકર થઇ ગયા હતા અમદાવાદ રહેતા મનોજ ભાઈ પંચાલ તેમની દીકરીનું લગ્ન હોવાથી સોના ચાંદીના દાગીના સહીત અન્ય માલસામાનની ખરીદી કરી વતનમાં આવ્યા હતા સોમવારે રાત્રે ગરમી વધુ હોવાથી ઘર બંધ કરી બહાર સુઈ ગયા હતા રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલી તિજોરી અને કબાટ તોડી અંદર મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ અન્ય ચાર જેટલા મકાનોને નિશાન બનાવી રોકડ રકમ અને ઘર આગળ પડેલ સ્પ્લેન્ડર બાઈક ચોરી કરી ફરાર થઇ ગયા હતા

 

પાલ્લા ગામમાં રહેતા નિલેશભાઈ દરજીના ઘરમાં રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે દરવાજો તોડી ઘરમાં ચોરી કરવા પ્રવેશ ચોરને નિલેશ દરજીએ પડકારતા ઘરમાં ચોરી કરી રહેલા બે ચોર અને અન્ય ઘર બહાર સંતાઇ રહેલા બે ચોર બચાવમાં દોડી આવી નિલેશ દરજીના માથા પર લાકડીના ફટકા મારી લોહીલુહાણ કરી ફ્રીઝ પર મુકેલા 75 હજાર લઇ નાસી છૂટ્યા હતા તસ્કર ટોળકી પાલ્લા ગામમાં ત્રાટકી પાંચ જેટલા મકાનોને નિશાન બનાવતા ભારે દેકારો મચી ગયો હતો

 

પાલ્લા ગામમાં ચોરીની ઘટના બનતા શામળાજી પીઆઇ માલ પોલીસ સ્ટાફ સાથે તાબડતોડ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીનો ગુન્હો નોંધી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પાલ્લા ગામમાં એક સાથે ઘરફોડ ચોરોએ પાંચ મકાનોને નિશાન બનાવી એક વ્યક્તિને માર મારતા સમગ્ર પંથકમાં ભારે ભય જોવા મળી રહ્યો છે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!