27.1 C
Gujarat
Wednesday, November 11, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ગઢીયા ગામનો યુવક બાઈક પર પત્નીને લેવા નીકળ્યો અકસ્માતમાં મોત,...

અરવલ્લી : ગઢીયા ગામનો યુવક બાઈક પર પત્નીને લેવા નીકળ્યો અકસ્માતમાં મોત, મૃતદેહ ઘરે આવતા ભારે આક્રંદ

0
Screenshot

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડી પુરઝડપે ગફલતભરી વાહન હંકારી અકસ્માત સર્જી નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે શામળાજી તાલુકાના ગઢિયા ગામના યુવકની બાઇકને ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામ પાસે ક્રુઝર જીપે અડફેટે લેતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું મૃતક યુવક પલ્સર બાઈક લઈને તેમની પત્નીને લેવા સાસરી માં નીકળ્યા હતા રસ્તામાં અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ભિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામની સીમમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ગત રોજ સમી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ગંભીર અકસ્માત દરમિયાન મોટરસાયકલ સવાર યુવકનું ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,નવા વર્ષની સાંજે જેશીંગપુર ગામની સીમમાં એસ.ટી પીક અપ બસ સ્ટેન્ડ પાસે ક્રુઝર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી
રોડ પરથી પસાર થતી પલ્સર બાઇકને ટક્કર મારતા બાઈક સવાર સુરેશભાઈ દોલજીભાઈ નિનામા (રહે,ગઢીયા)નું મોત નીપજ્યું હતું ક્રુઝર ચાલકે અન્ય એક બોલેરો કારને અડફેટે લઈ ક્રુઝર સ્થળ પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો

આ બનાવ અંગે વિગત મુજબ ફરિયાદી દોલજીભાઈ વિરજીભાઈ નિનામા (રહે. ગઢીયા, તા. શામળાજી, જી. અરવલ્લી) ની ફરિયાદના આધારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ક્રુઝર ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૩૨૪(૪) તથા એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૭૮ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન. એસ. બારા દ્વારા હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!