27.1 C
Gujarat
Wednesday, November 11, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ભિલોડાની હાથમતી નદી પાસે પોલીસકર્મીની કાર આગમાં ખાખ, કારમાંથી માનવ...

અરવલ્લી : ભિલોડાની હાથમતી નદી પાસે પોલીસકર્મીની કાર આગમાં ખાખ, કારમાંથી માનવ કંકાલ મળતા ચકચાર

0

 

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામ નજીકથી પસાર થતી હાથમતી નદી નજીક અર્ટિગા કાર આગમાં ખાખ થયેલી અને કારની અંદરથી શંકાસ્પદ માનવ કંકાલ મળી આવતા ભારે ચકચાર મચી હતી અર્ટિગા કાર ભિલોડાના ઝીંઝોડી ગામના અને સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની હોવાની વાત બહાર આવતા પોલીસબેડામાં ચકચાર મચી હતી ભિલોડા પોલીસ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માનવ કંકાલના નમૂના લઈ તપાસ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડા તાલુકાના ઝીંઝોડી ગામના અને વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અશ્વિન બાબુભાઈ તબિયાડ ત્રણ દિવસ અગાઉ રાત્રે અર્ટિગા કાર લઈને નીકળી પર નીકળ્યા પછી તેમની કાર નવા વર્ષના દિવસે પાદરા ગામ નજીક પસાર થતી હાથમતી નદીના કિનારે સળગેલી હાલતમાં હોવાની જાણ પોલીસકર્મીના પરિવારજનોને થતા તાબડતોડ સ્થળ પર દોડી પહોચ્યા હતા કારની અંદર શંકાસ્પદ આગમાં ખાખ થયેલ માનવ કંકાલ મળી આવતા પરિવારજનોના હોશકોશ ઉડી ગયા હતા પાદરા ગામના સરપંચ અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ભિલોડા પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી હતી અર્ટિગા કારમાંથી મળી આવેલ માનવ કંકાલ પોલીસકર્મી અશ્વિનભાઈ તબીયાડની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

ભિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બારીયા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સેફએસએલની ટીમને જાણ કરતા તે પણ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માનવ કંકાલના નમૂના લઈ ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથધરી ઝીંઝોડી ગામના બાબુભાઈ મરતાભાઈ તબીયાડની જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!