ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂ બંધીને પગલે દારૂના રસિકો દારૂ ગટગટાવવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા મોટી સંખ્યામાં રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં આવેલા ઠેકા અને હોટલોમાં પહોંચે છે ત્યારે ગાંધીનગર પેથાપુર ગામમાં રહેતા ત્રણ દારૂડિયાઓ રતનપુર ચેકપોસ્ટ નજીક ઠેકા પરથી દારૂની પાર્ટી માણી દારૂના નશામાં ધૂત બની ત્રણ મિત્રો ચાલતા ચાલતા અણસોલ ચોકી પર લથડિયા ખાતા પહોંચતા પોલીસે દબોચી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ગાંધીનગર શહેરના પેથાપુર ગામના મહેન્દ્રજી ધુળાજી ઠાકોર
,સુરેશસિંહ ઉર્ફે સુરેન્દ્રસિંહ નવલસિંહ બિહોલા અને આદિત્ય વિનોદ રાવળ નામના ત્રણે મિત્રો રાજસ્થાન રાજ્યના ઠેકા પરથી દારૂ પીને મદમસ્ત બની ચાલતા ચાલતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ચોકી પર પોલીસ પાસે પહોંચી ગયા હતા ત્રણે શખ્સોને દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતા શામળાજી પોલીસે ત્રણેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર પેથાપુરથી ત્રણે મિત્રો ચાલતા ચાલતા દારૂ પીવા આવ્યા હતા કે પછી પોલીસ ચોપડે વાહન ગુમ કરી દેવાયું સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે





