22.4 C
Gujarat
Monday, November 16, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મેઘરજ તાલુકામાં સૂકા નશાનો કાળો કારોબાર વધ્યો, યુવાધન નશાના રવાડે

અરવલ્લી : મેઘરજ તાલુકામાં સૂકા નશાનો કાળો કારોબાર વધ્યો, યુવાધન નશાના રવાડે

0

 

મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ચરસ, ગાંજા અને અફીણ જેવા નશીલા પદાર્થોના વેચાણમાં વધારો થયો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. નગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી નશાનું દુષણ ફેલાતા યુવાધન નશાના રવાડે ચડી રહ્યું હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા તંત્ર દ્વારા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડીને નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો જથ્થો જપ્ત કરી કેટલાક મેડિકલ સ્ટોર સીલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ફરી એકવાર કેટલાક તત્વો દ્વારા રાજસ્થાનથી નશીલા પદાર્થો લાવીને વેચાણ કરાતું હોવાની ચર્ચા નગરમાં ચાલી રહી છે. આ કારોબારમાં કોઈ જવાબદાર વિભાગના કર્મચારીની સંડોવણી હોવાની પણ લોકચર્ચા સાંભળવા મળી રહી છે

આ મામલે પોલીસ અને નાર્કોટિક્સ વિભાગ દ્વારા સઘન તપાસ કરી નશાના કારોબારને જડમૂળથી નેસ્તનાબૂદ કરવામાં આવે અને યુવાનોને નશામુક્ત કરવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તેવી વાલીઓ અને જાગૃત નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!