22.4 C
Gujarat
Monday, November 16, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : ઇસરીમાં બારા આંજણા પટેલ સમાજનો ‘તેજસ્વી તારલા સન્માન’ કાર્યક્રમ ઇસરી...

અરવલ્લી : ઇસરીમાં બારા આંજણા પટેલ સમાજનો ‘તેજસ્વી તારલા સન્માન’ કાર્યક્રમ ઇસરી ગામ ખાતે યોજાયો

0

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે ઇસરી બારા આંજણા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ‘તેજસ્વી તારલા સન્માન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસરી પંચદેવ મંદિર ખાતે આવેલી વાડીમાં અનિલભાઈ એન. પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. નવા વર્ષ નિમિત્તે સમાજનાં વિવિધ ગામોમાં અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ તેમજ પશુપાલન ક્ષેત્રે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં સારી સિદ્ધિ હાંસલ કરનાર પશુપાલકોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને પશુપાલકોને પ્રોત્સાહિત કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ગામોમાંથી યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સમાજના પ્રમુખ, લગ્ન સમિતિના પ્રમુખ, કારોબારી સભ્યો તેમજ વિવિધ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!