22.3 C
Gujarat
Tuesday, November 17, 2026
Home HeadLines અરવલ્લી : રેલ્લાવાડા ગામે જલારામ બાપાની 227મી જન્મજયંતિ ભવ્ય ઉજવણી

અરવલ્લી : રેલ્લાવાડા ગામે જલારામ બાપાની 227મી જન્મજયંતિ ભવ્ય ઉજવણી

0

 

રેલ્લાવાડા ગામે સતત ૨૯ મી સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. વિક્રમ સંવત ૨૦૮૩ કારતક સુદ સાતમ, સોમવારના રોજ જલારામ બાપાની 227મી જન્મ જયંતિ ની ઉજવણી વિવિધ જગ્યાએ થઈ રહી છે ત્યારે રેલ્લાવાડા ખાતે જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ૭ કલાકે મહા અભિષેક, સવારે ૯ કલાકે મહા આરતી અને સવારે ૧૧ કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે ૬ કલાકે સંધ્યા આરતી યોજાશે.શ્રી પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર, શ્રી દક્ષિણમુખી બાલા હનુમાનજી મંદિર અને સંત શ્રી જલારામ બાપાના મંદિર ખાતે યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહયા હતા તેમજ મેઘરજ અને રેલ્લાવાડા ગામના મહિલા મંડળ ધ્વારા મંદિર પરિસરમાં ભજન કીર્તન કરવામાં આવ્યું હતું સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહા પ્રસાદીનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રેલ્લાવાડા ગામના સમસ્ત ગ્રામજનો તથા જલારામ બાપા સેવક મંડળ દ્વારા ભાવિક ભક્તો ધ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!