અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે થોડા દિવસ અગાઉ અગમ્ય કારણોસર રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપાનાએ જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરી અંગે તકેદારી તપાસના આદેશ પછી વિવિધ યોજના હેઠળની વિવેકાધીન ગ્રાન્ટના ઉપયોગ સહીતની બાબતોમાં પ્રાથમિક તપાસમાં ક્ષતિઓ બહાર આવતા વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવતા જીલ્લા સેવાસદનમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ફરીથી જીલ્લા આયોજન અધિકારી રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સામે વિજિલન્સ તપાસ ચાલી રહી છે ત્યારે આયોજન અધિકારી અચાનક રજા પર ઉતરી જતા તપાસ અટકી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સામે વિકાસના કામોના ગ્રાન્ટના આયોજનમાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાના આક્ષેપ તેમના તાબાની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મી કર્યો હતો જે અંગેનો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી હતી
અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સામે વિજિલન્સ ટીમે યોજનાઓની નાણાંકીય જોગવાઈ, ઉપલબ્ધ ગ્રાન્ટ તેના ઉપયોગની સ્થિતિ, યોજના પ્રમાણેનો ખર્ચ, વહીવટી પ્રક્રિયા અને સંબંધિત દસ્તાવેજો તથા રેકોર્ડની ચકાસણી હાથધરી છે તેમજ વિકાસની ગ્રાન્ટના આયોજન અને ઉપયોગ ન થવાના કારણો સહીત વહીવટી કામગરીમાં ક્ષતિ રહી છે કે નહીં સહીત તપાસ હાથધરી છે
અરવલ્લી જીલ્લા સેવાસદનમાં આવેલી અનેક કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવતો હોવાની અને વહીવટદારો અરજદારો પાસે સરકારી કામકાજ માટે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ માટે નાણાં ઉઘરાવતા હોવાની બૂમો ઉઠી છે અરજદાર પૈસા આપવાનું ના પાડે તો કામકાજ ટલ્લે ચઢાવવામાં આવતા હોવાનું જગજાહેર છે ત્યારે જીલ્લા કલેકટર મિલિન્દ બાપાના વહીવટદારોની ભ્રષ્ટ કર્મીઓ સાથેની જુગલબંધી તોડવામાં સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું





