અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે સંજય ખરાતે ચાર્જ સાંભળતાની સાથે જીલ્લા પોલીસતંત્રમાં રહેલો ભ્રષ્ટાચાર રૂપી સડો દૂર કરવા બુટલેગરો સાથે નજદીકીયા ધરાવતા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ અને જીલ્લા બહાર બદલીઓ કરી મહદંશે જીલ્લાના માર્ગો પરથી દારૂની હેરાફેરી, વેપલો અને વરલી-મટકા,જુગાર સહીત અસામાજીક પ્રવૃતિઓ પર કાબુ મેળવ્યો હતો ત્યારે જીલ્લા પોલીસવડાએ જે અધિકારીઓ પર વિશ્વાસ મુક્યો હતો તે અધિકારીઓ પણ ગુલાબી નોટની સંગતમાં કાળા હાથ કરતા જીલ્લા પોલીસવડાને મોહભંગ થયો હોય તેમ સ્થિતીનું નિર્માણ થયું હતું અને આખેઆખી એલસીબી શાખા વિખેરી નાખી હતી તેમ છતાં જીલ્લા પોલીસતંત્રમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવા તૈયાર ન હોય તેમ બુટલેગરો સામે ભાઈબંધીના હાથ લાંબા કરી રક્ષક જ ભક્ષક જ બની રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે
અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ બુટલેગરો સાથે ભાઈ બાંધી કરી લેતા બુટલેગરો ફાટીને ધુમાડે ગયા છે કેટલાક બુટલેગરો પોલીસતંત્રમાં રહેલા વહીવટદારો સાથે ઘરાબો કેળવી તેમના માનીતા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ પણ કરાવતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળ માં બની છે ત્યારે જીલ્લા પોલીસતંત્રમાં સાઈડ લાઈન થઇ ગયેલા અને વિવાદીત ભુતકાળ ધરાવતા ૫ જેટલા પોલીસકર્મીઓ ફરીથી જીલ્લા પોલીસવડા સંજય ખરાતની આંખોમાં ધૂળ નાખવામાં સફળ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં રહેલા રહેલા બે પોલીસકર્મીઓ ધીરેધીરે જીલ્લા પોલીસવડાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેતાની સાથે જ બંને પોલીસકર્મીઓએ જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર આવેલા પોલીસ સ્ટેશનોમાં તેમના માનીતા અધિકારીઓને ગોઠવવામાં સફળ રહ્યા હોવાની અને તેમને આડે ઉતરતા પોલીસકર્મીઓને બદલીઓ કરી ઠેકાણે પાડી દીધા હોવાથી પોલીસકર્મીઓમાં ભારે છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે આ બંને પોલીસકર્મીઓએ રાજસ્થાનના ધવલ અને અન્ય એક બુટલેગર સાથે
ભાઈબંધી બાંધી કળા શરૂ કરી દઈ અંતરિયાળ માર્ગો પરથી દારૂની વિવિધ લાઈનો મારફતે રાજ્યમાં દારૂ ઠાલવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે
હાલ તો ચબરાક અને વહીવટદાર તરીકે પંકાયેલા બંને પોલીસકર્મીઓ નો જીલ્લા પોલીસતંત્રમાં દબદબો વધતા જ જીલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક સનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોઢું સેવી લીધું છે અને જીલ્લાના માર્ગો પરથી લાઈન ચાલુ થઇ હોવા છતાં મોઢું સેવા મજબુર બન્યા છે જીલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.બુટલેગરોની દાદાગીરી સામે લોકો લાચાર છે ત્યારે આવા સંજોગોમાં જાગૃત નાગરિક ઉચ્ય કક્ષા રજુઆત કરવા માટે પણ મન બનાવી દીધું હોવાનું સામે આવ્યું છે.
SP Arvalli Gujarat Police Harsh Sanghavi
