26.6 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત ચાર રાજ્યમાં મોદી લહેરે સપાટો બોલાવ્યો, મોડાસા અને ભિલોડામાં કાર્યકરો ઝૂમી ઉઠ્યા

ચાર રાજ્યમાં મોદી લહેરે સપાટો બોલાવ્યો, મોડાસા અને ભિલોડામાં કાર્યકરો ઝૂમી ઉઠ્યા

0
1043

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ , મણીપુર અને ગોવામાં ભાજપની ભવ્ય વિજયના પગલે ભિલોડામાં ફટાકડા ફોડી,આતશબાજી કરીને ઉજવણી કરાઈ હતી.ભારત દેશની મોટા માં મોટી વિધાનસભા ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભાજપે ઝડહડતો વિજય પ્રાપ્ત કર્યો છે, સાથે સાથે ઉત્તરાખંડ,મણીપુર,ગોવામાં ભાજપ સત્તા પર આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભિલોડા તાલુકા ભાજપ સંગઠન અને ભિલોડા તાલુકા યુવા મોરચો ધ્વારા ફટાકડાની આતશબાજી કરાઈ હતી. વિજયનો જશ્ન મનાવી મીઠાઈની વહેંચણી કરાઈ હતી. ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિલાલ પટેલ,જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી,એન.કે.કલાસવા,સચિન બરંડા,જ્યોતિબેન રાવલ, જશુભાઈ પંડ્યા,ચેતનસિંહ કચ્છાવા,વાડીલાલ લખવારા, ભિલોડા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ ત્રિવેદી,મહામંત્રી દેવાંગભાઈ બારોટ,મહાવીરસિંહ રાઠોડ, હિરેનભાઈ પંડ્યા સહિત ભાજપના યુવાન હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિલાલ પટેલ અને ભિલોડા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ ત્રિવેદી,મહામંત્રી દેવાંગભાઈ બારોટ સહિત ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે  ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં ઝડહડતો વિજય ભાજપ હાંસલ કરશે,કોંગ્રેસ મુકત ભારત બનશે તેમ જણાવ્યું હતું.

તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ જિલ્લા ભાજપ દ્વારા જશ્ન મનાવાયો હતો, મોડાસાના પંડિત દિનદયાળ ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા આતિશબાજી કરીને જીતની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!