38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી ભિલોડામાં રેતી માફીયા ના ત્રાસ થી ગરીબ પરિવારમાં ભંગાણ  

અરવલ્લી ભિલોડામાં રેતી માફીયા ના ત્રાસ થી ગરીબ પરિવારમાં ભંગાણ  

0
826

અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા સહિત તમામ તાલુકાઓ રેતી માફીયાઓ ગેર કાયેદશર ખુલ્લી જમીનમાં ગોડાઉન બનાવી રેતી ખાલી કરે છે. ત્યારબાદ ટ્રેકટરમાં ભરી ઉંચા ભાવે વેચી સરકારી તેજોરી ને તો નુકશાન કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે પરિવાર પણ તોડવાનું કામ કરી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. બનાવ ની વિગત એવી છે કે ભિલોડાના ટોરડા ખુશાલપુરા ગામે રેતી માફિયાઓ થી ગામમાં એક મહિલા ઘરેલુ હિંસામાં સપડાઈ છે. મહિલા ના ઘર નજીક દિવસ રાત ચોવીસ કલાક રેતી ની હેરાફેરી કરતા તત્વો અવારનવાર આવતા હોઇ પરિણીતાના ખનીજ માંફિયા સાથે આડા સંબધના વહેમમાં પતિ એ માર માર્યોના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ભિલોડા મામલતદાર અને ખાન ખનિજના અધિકારીને જાણ કરવામાં આવી
એક યા બીજાને કારણસર બન્ને અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા હોય તેવુ જણાયું ભોગ બનનાર મહિલાએ 181અભયમ ટિમ ની મદદ માંગી હતી જેના પગલે 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે ગેરકાયદે રેતી વહન સામે ભિલોડા મામલતદાર અને ખાણ ખનિજના અધિકારીને જાણ કરવામાં આવી હતી . જોકે એક યા બીજા કારણસર બન્ને અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા હોય તેવુ જણાતું હતું.


મોડાસામાં પણ ખુલ્લી જમીન માં રેતી ના કેટલાય ગોડાઉન મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ની મીઠી નજર થી ઘમઘમધોકાર ચાલી રહ્યા છે. મોડાસામાં ટ્રેકટરો મારફતે જે રેતી ની હેરાફેરી કરવામાં આવે છે એમાં ૯૯% રાયલ્ટી પાસ હોતા નથી. મોડાસામાં પણ ખુલ્લી જમીન માં રેતી ના કેટલાય ગોડાઉનો મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ની મીઠી નજર થી ઘમધોકાર ચાલી રહ્યા છે. નિયમ પ્રમાણે એક વખત રેતી કોઇ પણ સ્થળે ખાલી થઇ જાય અને ફરીથી બીજા સ્થળે ટ્રાન્સફર કરવાની થાય તો નવેસર થી ટેક્ષ ભરવો પડે, જે ભરવામાં આવતો નથી . મોડાસામાં ટ્રેકટરો મારફતે જે રેતી ની હેરાફેરી કરવામાં આવે છે એમાં ૯૯% રાયલ્ટી પાસ હોતા નથી પરંતુ હપ્તારાજ થી ‘સબ ચલતા હૈ’ જેવી પરિસ્થિતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!