28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા : શહેરમાં અન્ય સ્પા મસાજ પાર્લર પર પોલીસની રહેમનજર કે આકાઓના...

મોડાસા : શહેરમાં અન્ય સ્પા મસાજ પાર્લર પર પોલીસની રહેમનજર કે આકાઓના આશીર્વાદ?

0
976

મોડાસા શહેરમાં શામળાજી રોડ પર જીલ્લા કલેકટર અને પોલીસ વડા ભવનની આંખો સામે આવેલા બિલ્ડિગ્સમાં ઠેર ઠેર સ્પાની હાટડીઓ ખોલી દેવામાં આવી હતી, હદ તો ત્યારે વટી ગઇ કે, તેમાં સ્પા નહીં પણ દેહવેપારનો ખેલ ખેલાતો હતો. સ્પાની આડમાં દેહવેપારનો વેપલો થઇ રહ્યો હોવાની સતત બૂમો ઉઠી હતી ત્યારે જીલ્લા સ્પેશિયલ ઓપેરશન ગ્રુપે મંગળવારે રાત્રે એ-વન થાઈ સ્પા મસાજ પાર્લરમાં ચાલતા કૂટણખાના પર્દાફાશ કર્યો હતો, એટલું જ નહીં, સ્પામાં ગેરકાયદેસર ચાલતા ધંધાનો પર્દાફાશ કરી સરાહનીય કામગીરી કરતા લોકોમાં ભારે આવકાર પામી છે ત્યારે શહેરમાં અન્ય સ્થળોએ ચાલતા સ્પામાં પણ પોલીસ સખ્ત કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

મોડાસા શહેરના ન્યાયાલય, જિલ્લા સેવાસદન,ધાર્મિક સ્થળ અને બે એન્જિનિયરિંગ કોલેજ પાસે ની બિલ્ડીંગ માં સ્પાની આડ માં ચાલતા દેહ વેપારને ઝડપી પાડી પાડતા પોલીસની કામગીરીની સરાહના તો થઈ રહી છે.પરંતુ અન્ય બે સ્પામાં પણ ગોરખધંધા ચાલતા હોવાની બૂમો છતાં માત્ર એક સ્પાને કેમ ટાર્ગેટ ??? અનેક સવાલો? અન્ય સ્પાને કોણ બચાવી રહ્યું છે? કોના ઈશારે પોલીસ કામ કરે છે? પોલીસ ને કોનો સબંધ આડે આવે છે છે? જેવા અનેક સવાલ પોલીસ સામે આંગળી ચીંધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!