ઉત્તર પ્રદેશમાં ભારે બહુમતી સાથે ભાજપ ફરીથી સરકાર બનાવવા જઇ રહ્યું છે, ત્યારે યોગી આદિત્યનાથે મતદારોનો આભાર માન્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યગો આદિત્યનાથે લખનઉ ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને મતદારોને સંબોધન કર્યું હતું.
લખનઉમાં આવેલા ભાજપના કાર્યાલય પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ ચાર રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હું આ અવસર પર પીએમ મોદી, જેપી નડ્ડા સાથે ભાજપના તમામ નેતાઓનો આભાર માનું છું.