29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા :સ્પાની હાટડીઓની આડમાં ચાલતો દેહવેપાર રેડ પછી બંધ, સ્પા સંચાલકોએ હાલ...

મોડાસા :સ્પાની હાટડીઓની આડમાં ચાલતો દેહવેપાર રેડ પછી બંધ, સ્પા સંચાલકોએ હાલ પૂરતા “થોભો અને રાહ જુઓ” ની નીતિ

0
390

અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લા સેવા સદન સામે સ્પા ની આડમાં દેહવેપારનો ગોરખધંધો ધમધોકાર ચાલતો હતો.જોકે એસ.ઓ.જી પોલીસે એકાએક રેડ કરી સ્પાના પડદા પાછળ ચાલતું કુટણખાનું બંધ કરાવતા એક બાજુ સરાહના થઈ રહી છે તો બીજી બાજુ પોલીસ ની વર્ષો પછીની કાર્યવાહી પર જ પ્રશ્નો ઉભા થયા છે

અરવલ્લી જિલ્લાના મોડાસા ના જિલ્લા સેવા સદન સામે સ્પા ની આડમાં કુટણખાનું ચાલતું હોય અને જિલ્લા પોલીસ , ટાઉન પોલીસ, જિલ્લા આઈ.બી., એલ.આઈ બી, એસ.ઓ.જી., એલ.સી.બી ને ખબર ન હોય …શુ તે વાત માનવામાં આવે છે ? આમ પ્રજા જ્યાં એક બાજુ તારીફ કરી રહી છે ત્યારે બીજી બાજુ પોલીસ ની નિષ્ઠા પર પણ સવાલો કરી રહી છે કે એવું તો શું થયું કે પોલીસ સફાળી જાગી અને જિલ્લા પોલીસ વડાની કચેરી ની બાજુમાં ચાલતા ગોરખધંધો બંધ કરાવવા દોડી. શહેરમાં ધમધમતા અન્ય સ્પાને બચાવવા નજીકના મળતીયાઓના દોડાદોડી કરી હવાતિયાં મારી રહ્યા છે શહેરમા અન્ય સ્પામાં પણ આ પ્રકારના જ ગોરખધંધા ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે અન્ય સ્પા ના સંચાલકોને બચાવી રહી હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે

એસ.ઓ.જી ની સેવા સદન સામે ના સ્પા સામેની કાર્યવાહી માં વિલંબ અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે ખનખાણીયા નો ભાર ઓછો પડ્યો કે પછી ખણકવાનું જ બંધ થયું એટલે રેડ પાડી હતી. સવાલો તો પુછાશે કેમ કે સ્પા છેલ્લા ઘણા સમય થી ચાલતું હતું .

ખેર,દેર આયે દુરસ્ત આયે, પણ મોડાસામાં અન્ય સ્પા ચાલી રહ્યા છે એનું શું… મળતી માહિતી પ્રમાણે સંસ્કારી નગરી મોડાસામાં યુવા ધનને વાસના ની લતે ચઢવાનાર સ્પા ની આડ માં ‘સ્પા કમ સેક્સ’ સેન્ટરો ક્યારે બંધ થશે તેની જાગૃત જનતા રાહ જોઈ રહી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!