38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભાજપની ચડ્ડી પહેલ પોલિસ કર્મીઓને જગદીશ ઠાકોરની ગર્ભીત ધમકી, “અમારી સરકાર બની...

ભાજપની ચડ્ડી પહેલ પોલિસ કર્મીઓને જગદીશ ઠાકોરની ગર્ભીત ધમકી, “અમારી સરકાર બની તો કપડાં વિના 1 કલાકમાં 500 કિ.મી. દોડાવીશું”

0
235

ગુજરાતમાં હજુ ચૂંટણીના પડઘમ વાગ્યાં નથી ત્યાં તો પ્રચાર પડઘમ ઉગ્ર બન્યા હોય તેવું લાગે છે. એક બાજુ ભાજપ કોંગ્રેસના નેતાઓને કેસરિયો કરી રહી છે, તો કોંગ્રેસ પાર્ટી તેમના ગઢ બચાવવામાં લાગી છે. બેબાકળી બનેલા કોંગ્રેસના નેતાઓ હવે જીભ પર કાબૂ રાખી શકતા ન હોય તેવા નિવોદન કરતા નજરે પડી રહ્યા છે. ભિલોડા ખાતે કોંગ્રેસ પાર્ટીના નવ સંકલ્પ, જન સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સંબોધન કરતા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલિસ કર્મચારીઓને ગર્ભીત ધમકી આપી દીધી. તેમણે સંબોધનમાં કહ્યું કે, 5 ટકા પોલિસ કર્મચારીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે, અને જો કોંગ્રેસ સરકાર બની તો આ પાંચ ટકા પોલિસ કર્મચારીઓને દોડાવીશું.

અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા બેઠકના દિવંગત કોંગી ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ આ બેઠક પર મંથન શરૂ કર્યું છે. ખાસ કરીને કોને ટિકિટ આપવી અને કેવી રણનીતિ બનાવવી તેના પર મથન કરવા નવ સંકલ્પ, જન સંમેલન યોજનામાં આવ્યું હતું, જેમાં મધુસુદન મિસ્ત્રી તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, 95 ટકા પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ સારા છે કે જેઓ સમજે છે અને કાયદાને જાણે છે, પણ 5 ટકા પોલિસ કર્મચારીઓ ભાજપની ચડ્ડી પહેરી હોય એવા છે. આવા 5 ટકા પોલિસ કર્મચારીઓને ગર્ભીત ધમકી આપતા ભિલોડાની બજારમાંથી જાહેર નિવેદન આપ્યું કે, જો ખોટી રીતે હેરાન કર્યા તો જ્યારે અમારી સરકાર બનશે તો 1 કલાકમાં 500 કિ.મી કપડા વગર દોડાવીશું.

સાંભળો જગદીશ ઠાકોરે શું કહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!