31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines ‘અરજી મળે તો તપાસ કરીએ છે’ એમ કહી ‘લાલ જાજમ’ પાથરતા જિલ્લા...

‘અરજી મળે તો તપાસ કરીએ છે’ એમ કહી ‘લાલ જાજમ’ પાથરતા જિલ્લા પંચાયત સિંચાઈના અધિકારીઓ

0

અરવલ્લી જિલ્લા પંચાયતના અધિકારીઓની જળ સંચય યોજનામાં કોન્ટ્રાક્ટર્સને લાલ જાજમ..!!

કોન્ટ્રાક્ટર્સ ઠેર ઠેર નિયમો વિરૂદ્ધ તળાવો ઊંડા કરીને સરકારને કરોડોનો ચુનો ચોપડતા હોવાની બૂમો..!!

જિલ્લા પંચાયત સિંચાઈના અધિકારી ગાંધીના 3 બંદર સમાન બન્યા, આંખો બંધ, મોં પર પટ્ટી અને કાનમાં રૂના પૂમડું..!!

સરકારી બાબુઓ પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત હોવાની બૂમો ઉઠી રહી છે, જેથી તળાવો તો નિયમાનુસાર ઊંડા થતાં નથી ને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં માસ્ટર પ્લાન મુજબ 245 કામો કરવાના છે, જે અંતર્ગત હાલ 84 કામ પ્રગતિ હેઠળ છે. પણ આ કામોમાં અધિકારીઓની મીઠી નજર હેઠળ કોન્ટ્રાક્ટર્સ શું કાંડ કરે છે તે જિલ્લા પંચાયતના સિંચાઈના અધિકારીઓને જોવાતું નથી.

1 ક્યુબિક મીટર પર માત્ર 24 રૂપિયા અપાતો હોવાથી પોસાતું નથી તો કોન્ટ્રાક્ટર કેવી રીતે કામ કરે છે તે એક સવાલ…

જિલ્લા પંચાયત સિંચાઈના અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટર્સને જલસા..!!

અધિકારી સાઈડ વિઝિટ કરતા હોવા છતાં કંઇ નથી દેખાતું કે શું..

સરકાર કરોડો રૂપિયા ખર્ચી જળસ્ત્રર ઉંચા લાવવા અથાગ પ્રયાસ ખર્ચે છે, પણ સિંચાઈ વિભાગ તો છૂટી પડે છે અને કહે છે કે, જો કોઇ ખોદકામ કરીને બિનખેતીમાં નાખે છે તો સિંચાઈ વિભાગની જવાબદારી નથી સિવાય કે તેમના ધ્યાને ન આવે. જવાબદારીમાંથી છૂટી પડી ખાણખનીજ વિભાગની જવાબદારી હોવાનું પણ જણાવી દીધું હતું.

જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ તળાવો ઊંડા કરવાની મંજૂરી આપે છે  તો તપાસ કરવાની જવાબદારી કોની ?

કોન્ટ્રક્ટર્સ સ્થળ પર કામ કરે અને સિંચાઈનો અધિકારી ઓફિસમાં આરામ ફરમાવશે..?

ગમે તેમ તળાવો ઊંડા કરી દે તો શું જવાબદારી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની નથી કે શું..?

આવા કોન્ટ્રાક્ટરને કેમ બક્ષી દેવામાં આવે છે તે એક સવાલ 

સરકારનો આશય સારો છે, કારણ કે, પાણીની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન ન થાય તે હેતુથી જળ સંચય યોજના શરૂ કરી છે, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, આસપાસના કુવાઓ અને બોર રીચાર્જ થાય. પણ નિયમોનો ભંગ કરીને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ આવા કોન્ટ્રાક્ટરો મસ્ત બની ગયાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.

જિલ્લા કલેક્ટર એ તાત્કાલિક આવા તળાવોની એન્જિનિયરની અલગ ટીમ સાથે તપાસ કરવી જોઇએ

જળ સંચય યોજના અંતર્ગત તળાવો ઊંડા કરીને નિકળેલી માટી બિન ખેતી જમીન પર કોન્ટ્રાક્ટર્સ ઠાલવી કરોડો રૂપિયા ઉઘરાવી લેતા હોય છે, જેથી સરકારી તિજોરીને નુકસાન અને અધિકારીઓના ખિસ્સા ભારે થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!