29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

5 જૂનથી શનિ કરશે રાશિ પરિવર્તન: આ રાશિના જાતકો માટે આવી રહ્યો છે સારો સમય


5 જૂને શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે. એટલે એક રાશિ પાછળ જઇને તેમની ગતિ વધારે ધીમી થઈ જશે. તે પછી 12 જુલાઈએ ફરીથી મકર રાશિમાં આવી જશે અને આખું વર્ષ મકર રાશિમાં રહેશે. તેના પછીના વર્ષે 17 જુલાઈ 2023ના રોજ ફરીથી શનિ કુંભ રાશિમાં આવી જશે. શનિદેવની વક્રી ચાલની અસર દેશ-દુનિયા સહિત બારેય રાશિઓ ઉપર રહેશે. શનિ લગભગ અઢી વર્ષ પોતાના ઘરમાં રહેશે. જેથી દેશ માટે આ ફેરફાર ફાયદો આપનાર રહેશે. અનાજનો સારો પાક થશે અને બજારમાં તેજી આવવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રગતિ થશે, પરંતુ પ્રાકૃતિક આપત્તિઓ પ્રભાવિત કરી શકે છે. આ વર્ષે શનિદેવ વક્રી થઈને મકર રાશિમાં ફરીથી આવી જશે. જેના અશુભ પ્રભાવથી આતંકી ઘટનાઓ વધી શકે છે. મહત્ત્વપૂર્ણ પદ ધરાવતા લોકોએ સુરક્ષા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.

Advertisement

શનિની અશુભ અસરથી બચવા માટે રોજ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.

Advertisement

શનિ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો.

Advertisement

શનિદેવને તલનું તેલ અને કાળા અડદ ચઢાવો.

Advertisement

ઘોડાની નાળનો છલ્લો મીડલ ફિંગરમાં પહેરો.

Advertisement

જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.

Advertisement

રોજ સવારે જલ્દી પીપળાના ઝાડ ઉપર કાળા તલ મિક્સ કરેલું પાણી ચઢાવો.

Advertisement

3 જૂનના રોજ જેઠ મહિનાના સુદ પક્ષની ચોથ છે. આ દિવસે શુક્રવાર, ચોથ અને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. 2 જૂનના રોજ નૌતપા પણ પૂર્ણ થઈ જશે. ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. શુક્રવારે મહલક્ષ્મીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. સાથે જ શુક્ર ગ્રહ માટે પણ આ દિવસે ખાસ શુભ કામ કરી શકાય છે. ચોથના દિવસે સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી કોઈ ગણેશ મંદિરમાં જવું અથવા ઘરના મંદિરમાં પૂજાની તૈયારી કરવી જોઈએ. ભગવાન સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ.ભગવાન ગણેશનો અભિષેક કરો. ગણેશજીને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!