34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home Politics & Current Affairs ઓવૈસીએ પીએમ મોદીને ઘેર્યા, ખાડી દેશમાં મોટો મુદ્દો બન્યો, આ પહેલા તમે...

ઓવૈસીએ પીએમ મોદીને ઘેર્યા, ખાડી દેશમાં મોટો મુદ્દો બન્યો, આ પહેલા તમે કાર્યવાહી કેમ ના કરી

0

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પયગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા છે. ઓવૈસીએ કહ્યુ કે તેનાથી ખાડી દેશોમાં આ મોટો મુદ્દો બની ગયો છે, તમે તમારા પ્રવક્તા વિરૂદ્ધ પહેલા કાર્યવાહી કેમ ના કરી. ઓવૈસીએ કહ્યુ કે સાઉદી અરબે હવે તેલની કિંમત 2 ડૉલરથી વધારીને 6 ડૉલર કરી નાખી છે. જો કાલે ઇજિપ્ત, સાઉદી અરબ પોતાની નીતિ બદલશે તો જવાબદાર કોણ હશે. ઓવૈસીએ કહ્યુ કે પીએમ મોદી અને તેમની સરકારને પ્રવક્તાને સસ્પેન્ડ કરતા 10 દિવસ કેમ લાગ્યા.

મહત્વપૂર્ણ છે કે પયગમ્બર મોહમ્મદ પર એક ટીવી ડિબેટ દરમિયાન વિવાદિત નિવેદન આપવા મામલે ભાજપના પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના વિરૂદ્ધ પાર્ટીએ તપાસના આદેશ આપ્યા છે. દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદલ પર પણ એક્શન લેવામાં ંઆવી છે. પાર્ટીએ તેમણે બહારનો રસ્તો બતાડ્યો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ લેટર જાહેર કરીને જણાવ્યુ કે નવીન કુમાર જિંદલે સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક સદભાવના ભડકાવનારા વિચાર પ્રકટ કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારના વિરોધમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!