36 C
Ahmedabad
Tuesday, April 30, 2024

#Cricket : રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ પર ભડક્યા કપિલ દેવ, ત્રણેય ખેલાડીના પ્રદર્શનને લઇ કહી આ વાત


IPL 2022માં જ્યાં યુવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે, ત્યાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ સહિતના દિગ્ગજ ખેલાડીઓના નામ સામેલ છે. આ ખેલાડીઓ સંઘર્ષ કરતા દેખાયા હતા. જેને લઈને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલનું નામ સામેલ છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આ ત્રણેયના પ્રદર્શનથી કપિલ દેવ નાખુશ છે. કપિલ દેવે જણાવ્યું કે ત્રણેય મોટા ખેલાડીઓ છે અને દબાણમાં ઝડપથી રન બનાવી શકે છે, પરંતુ જ્યારે પણ ટીમને તેમની પાસેથી રનની અપેક્ષા હોય છે ત્યારે ત્રણેય આઉટ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ICC T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે, આવી સ્થિતિમાં કપિલ દેવનું માનવું છે કે આ ત્રણેયના ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયા પર દબાણ વધી શકે છે.

Advertisement

કપિલ દેવે રોહિત અને વિરાટને લગાવી ફટકાર
કપિલ દેવે જણાવ્યું કે ત્રણેય ખેલાડીઓ ખૂબ જ લોકપ્રિય છે, આવી સ્થિતિમાં તેમના પર ઘણું દબાણ છે, જે ન થવું જોઈએ. આ બધું ભૂલીને તમારે નિર્ભય રમત રમવી જોઈએ. આ એવા ખેલાડીઓ છે જે 150-160ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી શકે છે. જ્યારે ટીમને તેમની પાસેથી રનની જરૂર હોય છે, ત્યારે આ ખેલાડીઓ આઉટ થઈને ચાલી જાય છે. જ્યારે રન ઝડપી બનાવવાની જરૂર હોય ત્યારે તેઓ આઉટ થઈ જાય છે અને તે દબાણમાં વધારો કરે છે. કાં તો તમે સ્ટ્રાઈકર તરીકે રમો અથવા એન્કર તરીકે.

Advertisement

કેએલ રાહુલની બેટિંગ પર ઉઠ્યા સવાલો
રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે કપિલ દેવે કેએલ રાહુલ પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે જો તમે પૂરી 20 ઓવર બેટિંગ કર્યા પછી 60 રન બનાવી રહ્યા છો તો તમે તમારી ટીમ સાથે સારું નથી કરી રહ્યા. કપિલે ઠપકો આપતા કહ્યું કે જો આ ત્રણેય પોતાની બેટિંગનો અભિગમ નહીં બદલે તો ભારતે T20 ક્રિકેટ માટે વધુ બેટ્સમેન તૈયાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું મને લાગે છે કે અભિગમ બદલવાની જરૂર છે, અને જો તે ન થાય, તો તમારે ખેલાડીઓ બદલવા જોઈએ. એક મોટા ખેલાડી પાસેથી વધુ અપેક્ષા હોય છે કે મોટી અસર છોડે. નામ મોટું હોવાથી કશું થતું નથી. તમારે સારું પ્રદર્શન કરવું પડશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!