38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના સોનાસણમાં જન્મ દિવસની ખુશી માતમમાં ફેરવાઈ, ઘરની દીવાલ ધરાશાયી...

સાબરકાંઠા : પ્રાંતિજના સોનાસણમાં જન્મ દિવસની ખુશી માતમમાં ફેરવાઈ, ઘરની દીવાલ ધરાશાયી થાતં 2 ના મોત

0
197

ક્યારેક ખુશીઓ માતમમાં ફેરવાઈ જતી હોય છે તેનો અંદેશો પણ નથી હોતો, જિંદગી એ બે પળની ખુશી છે અને તે ખુશીને લોકો મનમુકીને માણતા હોય છે, પણ ક્યારેક આવી ખુશીઓ કુદરતને પસંદ ન હોય તેવું લાગતું હોય છે, અને બસ આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાં બની જ્યાં જન્મ દિવસે ખુશીનો માહોલ હતો ત્યાં તો મકાનની દીવાલ ધમાડ કરીને પડી અને 2 લોકોના મોત નિપજ્યા.

પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે બાંધકામ થઈ રહેલા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ત્રણ લોકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. ઘટનામાં મકાન માલિક અને અન્ય એક શ્રમિકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા, તેમણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

માળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે મકાન માલિકનો જન્મદિવસ હતો અને પરિવારમાં મોભીના જન્મદિવ્સની ખુશીઓનો ઉત્સાહ હતો, આ વચ્ચે કરૂણ ઘટના સર્જાતા થોડીક ક્ષણોમાં ખુશીઓ દુ:ખમાં ફેરવાઈ ગઇ હતી. પ્રાંતિજના સોનાસણ પંથકમાં બનેલી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ પ્રસરી ગયું ગયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!