28 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી જિલ્લાની વધુ એક દીકરી CRPF ની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા કોલવડામાં ભવ્ય સ્વાગત


દેશની મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડીને પુરૂષ સમોવડી બની છે.અને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની વ્યાખ્યાને ચરિતાર્થ કરી રહી છે.અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કોલવડા ગામની પુત્રી નીકિતાબહેન જશુભાઈ પરમારએ CRPFમાં ભરતી થઈને માતાપિતા,પરિવાર તેમજ ધનસુરા સહીત અરવલ્લીનું નામ રોશન કર્યુ છે.અને ગ્રામીણ મહિલાઓ પણ દેશસેવા કરી શકે તેવો એક સંદેશ સમાજને પુરો પાડ્યો છે. નીકિતા પરમાર CRPFની તાલીમ પુર્ણ કરીને પરત પોતાના વતન આવતા ગ્રામજનોએ કારમાં વરઘોડા કાઢી ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું નીતિકાએ અન્ય યુવતીઓને પણ લશ્કરમાં જોડાવવા આહવાન કર્યું હતું

Advertisement

દેશમાં બદલાતા આધુનિકતાના સમયની સાથે હવે મહિલાઓ પણ પુરૂષની સાથે ખભેખભા મિલાવી રહી છે.હવે માત્ર મહિલાઓ પોલીસતંત્ર કે એસઆરપીમાં નહી પણ ગૂજરાતની મહિલાઓ ભારત માતાની રક્ષા માટે દેશની સરહદ પર બંદૂક લઇને દેશની રક્ષા કરતા જોવા મળે તે દિવસો દૂર નથી.

Advertisement

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કોલવડા ગામની દીકરી CRPFમાં સૈનિક તરીક પસંદગી પામી હતી.ત્યારબાદ સીઆરપીએફ અજમેર કઠીણ તાલીમ પુર્ણ કરી વતન કોલવડા પહોંચતા યુવતીના પરિવારજનોએ અને ગ્રામજનોએ કારમાં વરઘોડો કાઢી ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યુ હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!