34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCB એ ગાજણ ટોલપ્લાઝા નજીક પલ્સર બાઈક પર પાયલોટીંગ સાથે...

અરવલ્લી : LCB એ ગાજણ ટોલપ્લાઝા નજીક પલ્સર બાઈક પર પાયલોટીંગ સાથે પસાર થતી દારૂ ભરેલી કારને ફિલ્મીઢબે ઝડપી

0

અરવલ્લી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ગાજણ ટોલપ્લાઝા નજીક પલ્સર બાઈક પર પાયલોટિંગ સાથે પસાર થતી વિદેશી દારૂ ભરેલી કારને ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 74 હજારથી વધુનો દારૂ ઝડપી પાડી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ગાજણ ટોલપ્લાઝા નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું એલસીબી પીઆઈ સી.પી.વાઘેલાને શામળાજી તરફથી પલ્સર બાઈકના પેટ્રોલિંગ સાથે દારૂ ભરેલી કાર મોડાસા તરફ આવતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરતા પાયલોટિંગ કરતી બાઇકનો ચાલક પોલીસ નાકાબંધી જોઈ બાઈક અને દારૂ ભરેલી કાર રિવર્સ લઇ હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો ઇકો કાર રોડ પર મૂકી ભાગવા જતા એક બુટલેગરને દબોચી લીધો હતો ત્રણ બુટલેગરો ફરાર થઇ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-496 કીં.રૂ.74400/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક હાર્દિક લાલા રાઠોડ (રહે,દેવની મોરી-ભિલોડા) ને ઝડપી પાડી કાર, મોબાઈલ અને દારૂ મળી 3.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ત્રણ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ફરાર બુટલેગરો કોણ કોણ વાંચો

1)હેમંત સુરેશ ડામોર ( રહે,દેવની મોરી-ભિલોડા)

2)વિજય કાંતિ ગામેતી (રહે,હિંમતપુર-ભિલોડા)

3)રાજુ રણછોડ પરમાર (ખડોદા-મોડાસા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!