37 C
Ahmedabad
Thursday, May 9, 2024

આંજણા પટેલ સમાજ સેવા મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ


આંજણા (ચૌધરી) પટેલ સમાજ સેવા મંડળની વર્ષ 2021-22 ની વાર્ષિક સાધારણ સભા કનુભાઈ મણીલાલ પટેલ ના અધ્યક્ષ સ્થાને મંડળે રાખેલ જમીન પર રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓએ હાજરી આપી હતી.

Advertisement

આવનાર સભાસદોને આવકાર – સ્વાગત પ્રવચન મહામંત્રી કેશુભાઈ પી. પટેલ એ કર્યું,તેમજ વાર્ષિક સાધારણ સભા નું સફળ સંચાલન મહામંત્રીએ કર્યું હતું. મંડળનો હિસાબી અહેવાલ પી જે.પટેલએ રજૂ કર્યો હતો.મંડળની જગ્યાનો પ્રી- લે-આઉટ પ્લાન માટે રઘુભાઈ જે. પટેલએ બાંધકામ માટે ઉંડાણૂર્વક ચર્ચા કરી હતી.લે-આઉટ પ્લાન માટે સમાજ ના ભાઈઓને સ્થળ પર બોલાવી વિવિધ વિભાગો તેમજ “અર્બુદા માતાના મંદિર” ના બાંધકામની માહિતી મનુભાઈ પટેલ (ચોરીવાડ) એ કરી હતી. 2022-23 ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા ના ભોજન દાતા તરીકે હરિભાઈ પટેલ (ખેડ) અને તેમના સાથી મિત્રોએ જવાબદારી સ્વકારી હતી.

Advertisement

અધ્યક્ષ સ્થાનેથી કનુભાઈ એમ.પટેલ એ જણાવેલ કે,સમાજ સંગઠીત હોવો જોઈએ,સમાજમાં જૂના કુરિવાજો છે,તેને નાબૂદ કરવાની તાતી જરૂર છે.સમૂહ લગ્નો અને સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ કરી દેખાવો કરતા હોઈએ છીએ,તે બંધ થવું જોઈએ,સ્ત્રી કેળવણી અને આ સંકુલમાં ટ્રેનિંગ સેન્ટર બની રહ્યું છે.આધુનિક સુવિધાઓ સાથે ટ્રેનિંગ સેન્ટર બને અને તેનો વધુ માં વધુ લાભ સમાજ ના ભાઈઓ-બહેનો લે તેમ જણાવેલ પ્રમુખ સ્થાનેથી રજૂઆત કરી કે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના 215 ગામોમાં સમાજની જાગૃતિ લાવવા માટે “માં અર્બુદા નો રથ” ગામે – ગામ ફરે તેમ જણાવ્યું હતું.મંડળના મહામંત્રી કેશુભાઈ પી.પટેલ (મોટા કોટડા)એ રથ ને ફેરવવાની જવાબદારી સ્વીકારી હતી.

Advertisement

14 તાલુકામાં 1250 ગામોમાં સભા સંમેલનો મોટા પાયે થાય તે માટે આગોતરું આયોજન કરવાનું વિચાર્યું છે.બંને જિલ્લાના નવ યુવાનો અર્બુદા સેના , મહિલા મંડળો, લગ્ન સમિતીના કન્વીનરો,વિવિધ સમાજ ના ગોરના હોદ્દેદારો વધુ માં વધુ જોડાય તેમ જણાવ્યું હતું.અર્બુદા માતાજી નો રથ કાઢવા માટે આજ ની સભાએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.
આભાર દર્શન *મનુભાઈ પટેલએ કર્યું અને સમગ્ર સભાનું સફળ સંચાલન પ્રોફેસર રાકેશભાઈ પટેલ (મોંધરી)એ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!