34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી ખાણ ખનીજ વિભાગનો ડિજિટલ સપાટો, ખનીજ ચોરી કરતા 2 વાહનો જપ્ત...

અરવલ્લી ખાણ ખનીજ વિભાગનો ડિજિટલ સપાટો, ખનીજ ચોરી કરતા 2 વાહનો જપ્ત કર્યા

0

અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર ખનીજ ચોરી કરીને સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો ચુનો લગાવતા ખનીજ ચોરો પર ખાણી ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગે સાકરિયા પંથકમાં ખનીજ ચોરી કરતા ડ્રોનથી સપાટો બોલાવી 2 વાહન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મન ચૌધરીએ જણાવ્યું કે, ખાણ ખનીજ વિભાગને સાકરિયા પંથકાં વાંઘામાં માટી ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી, જે અનુસંધાને ખાણ ખનીજ વિભાગે અચાનક તપાસ કરી હતી, જેમાં ડ્રોન સર્વેલન્સથી તપાસ કરતા એક જેસીબી મશિન તેમજ એક ટ્રેક્ટર ખનીજ ચોરીમાં દેખાતા ખાણ ખનીજ વિભાગે બન્ને વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી થયેલા ખાડાની માપણી કરીને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરશે.

આ સાથે જ જિલ્લા ભૂસ્તર અધિકારી મન ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂતો માટે જમીન સમતલ કરવા માટે કોઇ મંજૂરી લેવાની રહેતી નથી પરંતુ ખાણ ખનીજ વિભાગને માત્ર વાહનો અંગેની જાણકારી આપવાની હોય છે, જેથી ખેડૂતોને કોઇ તકલીફ ન પડે.

સાંભળો જિલ્લા ભૂસ્તર અધિકારીએ શું કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!