અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર ગુન્હાખોરીના ગ્રાફને ડામવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સાથે એક ફ્રેન્ડલી અભિગમ અપનાવીને મોડાસા શહેર સહીત જીલ્લામાં ક્રાઈમ રેટ પર કાબુ મેળવવાના પ્રયત્નોમાં છે. આ પહેલા પણ વ્યાજખોરોને ડામવા અને આત્મહત્યાના બનાવો અટકાવવા હેલ્પ લાઈન અને સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે હવે બીજો એક નવતર પ્રયોગ અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. અને એ છે કે, લોકોનો અભિપ્રાય મેળવવા સજેશન બોક્ષ. જીલ્લા પોલીસ દ્વારા 11 પોલીસ સ્ટેશન વિસ્તારમાંજાહેર સ્થળોએ બાગ બગીચા અને અન્ય કેટલાક સ્થળો પર આ પ્રમાણે સજેશન બોક્સ મુકવામાં આવશે

અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા સજેશન બોક્ષ મુકવામાં આવશે જે
મુકવા પાછળનો ઉદ્દેશ્ય પણ એટલો જ છે કે, લોકો પાસે અભિપ્રાય લઈ શકાય. લોકો પોતાની ઓળખ છુપી રાખીને એવી કોઈપણ પ્રવૃત્તિ જેમાં ગુનાખોરી સામેલ હોય, જે લોકોના ધ્યાનમાં આવી હોય પણ હજી સુધી પોલીસની નજરથી દૂર હોય, અથવા જીલ્લા પોલીસની કામગીરીમાં કોઈ પણ પ્રકારના સુધારની જરૂર હોય તે તમામ જાણકારી આ સજેશન બોક્સમાં એક ચિઠ્ઠી દ્વારા આપી શકે છે.
જે તે વિસ્તારના પોલીસ દ્વારા સમયાંતરે આ સજેશન બોક્સને ખોલીને લોકોને નડી રહેલા એ તમામ પ્રયત્નોને હલ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવશે. આ પ્રયાસ થકી ગુનાઓને અટકાવવાની દિશામાં કામ કરવામાં આવશે.આ પ્રયાસ થકી ગુનાઓને અટકાવવાની દિશામાં કામ કરવામાં આવશે.જીલ્લામાં લગાવેલ સજેશન બોક્ષ જીલ્લામાં વધતા ક્રાઇમને અટકાવવા એક નાના પ્રયત્ન તરીકે કામ લાગશે એવું જીલ્લા પોલીસનું માનવું છે.
જીલ્લામાં કયા કયા સ્થળે સજેશન બોક્ષ મુકવામાં આવશે તે વાંચો
મોડાસા શહેર
1)ચાર રસ્તા મોડાસા
2)ઓધારી ગાર્ડન
3)બસ સ્ટેન્ડ
ભિલોડા
1)ભિલોડા ટાઉન
2)ધોલવણી ત્રણ રસ્તા
3)ટોરડા
શામળાજી
1)આશ્રમ ચાર રસ્તા
2)હોસ્પીટલ
3)શામળાજી મંદિર
ઇસરી પોલીસ સ્ટેશન
1)રેલ્લાવાડા
2)વાઘપુર
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
1)પેલેટ ચોકડી
2)રાજેન્દ્ર ચોકી
3)મરડીયા ચોકી
આંબલીયારા
1)દિપેશ્વરી ધામ-જુના ઉંટરડા
2) ભુંડાસણ ત્રણ રસ્તા
મેઘરજ
1)રિલાયન્સ બગીચા
2)નવા બસ સ્ટેન્ડ
3)જુના બસ સ્ટેન્ડ
ધનસુરા
1)ધનસુરા પરબડી ચોક
2)વડાગામ ચોક
3)આકરૂન્દ ચોક
સાઠંબા
1)બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા
2)ગાબટ પીપળી બજાર ચોક
બાયડ
1)અંબે માતાનો ચોક
2)ગાયત્રી મંદિર
3)સરદાર ચોક-ડેમાઈ
માલપુર
1)રૂક્ષેશ્વર મંદિર બગીચો
2)માલપુર ચાર રસ્તા
3)લીમડા ચોક





