33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home એન્ટરટેનમેન્ટ કમલ હાસનની ‘વિક્રમ’નું બોક્સ ઓફિસ પર દમદાર પરફોર્મન્સ, ફિલ્મ 100 કરોડના ક્લબને...

કમલ હાસનની ‘વિક્રમ’નું બોક્સ ઓફિસ પર દમદાર પરફોર્મન્સ, ફિલ્મ 100 કરોડના ક્લબને પાર

0
163

કમલ હાસનની એક્શન ફિલ્મ વિક્રમે બોક્સ ઓફિસ પર પણ કમાલ કરી છે. આ ફિલ્મ વીકડેઝ પર પણ તગડી કમાણી કરી રહી છે. સોમવારે ભારતમાં આ ફિલ્મે 19.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. કમલ હાસન સ્ટારર ફિલ્મ વિક્રમ 3 જૂનના રો ભારત સહિત અન્ય દેશોમાં પણ રિલીઝ થઇ હતી. ફિલ્મનું પરફોર્મન્સ શરૂઆતથી જ દમદાર જોવા મળી રહ્યું છે. પાછલા 4 દિવસોમાં જ ભારતમાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે. તો બીજી તરફ વૈશ્વિક સ્તરે કમાણી 200 કરોડ રૂપિયાને પાર પહોંચી છે. સોમવારના 19 કરોડના કલેક્શન સાથે હવે ફિલ્મે કુલ 120 કરોડ રૂપિયાની તગડી કમાણી કરી છે.

ક્યાં રાજ્યમાં કેટલી કમાણી

તામિલનાડુ – 72.50 કરોડ

આંધ્ર પ્રદેશ – 13.25 કરોડ

કર્ણાટક – 11.75 કરોડ

કેરળ – 18 કરોડ

ભારતના બાકી રાજ્યો – 4.75 કરોડ રૂપિયા

નોંધનીય છે કે, કમલ હાસનની ફિલ્મને ટક્કર પણ મળી રહી છે. કમલ હાસનની વિક્રમ પહેલા રિલીઝ થયેલી ભૂલ ભૂલૈયા 2 પણ દર્શકોના દિલના સ્થાન બનાવવામાં સફળ રહી છે. ભૂલ ભૂલૈયા 2માં દર્શકોને લીડ એક્ટર કાર્તિક આર્યનનો રોલ ખૂબ જ પસંદ પડી રહ્યો છે. જો કે બીજી તરફ અક્ષય કુમારની રિલીઝ થયેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!