30.4 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત PM મોદીએ SPનો ગ્રામ પંચાયતમાં વહીવટ બંધ થાય અને મહિલા સરપંચ...

PM મોદીએ SPનો ગ્રામ પંચાયતમાં વહીવટ બંધ થાય અને મહિલા સરપંચ જ ગામનો વહીવટ કરે : ગુજરાતમાં SP રાજ હોવાનું જગજાહેર

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ GMDC મેદાનમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પંચાયતના પ્રતિનિધિઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતનો વહીવટ મોટેભાગે SP (સરપંચ પતિ) કરતા હોય છે. એટલે ગ્રામ પંચાયતનો વહીવટ SP નહીં મહિલા સરપંચ જ વહીવટ કરે તેવી ટકોર કરી હતી ગુજરાત રાજ્ય સહીત સમગ્ર દેશમાં ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મહિલા વિજેતા થાય પછી મહિલાનો પતિજ ગ્રામ પંચાયતનો વહીવટ કરતો હોવાનું જગજાહેર છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર વડાપ્રધાન મોદીએ કરેલ ટકોરની અમલવારી કરવા પ્રયાસ કરશ કે પછી ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સરપંચ પતિઓનો જ દબદબો યથાવત રહેશે તે જોવું રહ્યું…!! PM મોદીએ હરિયાણા રાજ્યની સરપંચો સાથે થયેલ બેઠકમાં SP શબ્દ સાંભળી ચોકી ઉઠ્યા હતા અને આ અંગે પુછાતા SP એટલે સરપંચ પતિ જાણી ચોંકી ઉઠ્યા હોવાનું જણાવ્યું હતું.

શું કહ્યું હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંભળો,,

દેશમાં મહિલાઓ પુરુષ સમોવડી થાય અને વિકાસના કાર્યોમાં તેમનો પણ હિસ્સો હોય તે માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ માટે પચાસ ટકા સીટો આરક્ષિત કરવામાં આવી છે ,ત્યારે શક્તિના અવતાર મહિલાઓને પંચાયતમાં સ્વતંત્ર વહીવટ કરવા દેવાના બદલે તેમના પતિ જ બધો વહીવટ તેમના હસ્તગત કરી લઇ મહિલા સરપંચ લાચાર બનાવી દેતા હોવાનું જગજાહેર છે.

ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે પછી ગ્રામ પંચાયત હોય તેમાં ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિના પતિઓ જ તેમને મળેલ સત્તાનો ઉપયોગ કરતા હોવાની સાથે ગ્રાન્ટનો વહીવટ પણ કરતા હોય છે. અરવલ્લી જીલ્લા ગ્રામ પંચાયતોમાં તો મહિલા સરપંચ પતિનો ચંચુપાત એ હદે વધી રહ્યો છે કે મહિલા સરપંચની સહી પણ ડુપ્લીકેટ કરવાની સાથે ગ્રામ પંચાયતના કર્તાહર્તા બની રહ્યા છે, ત્યારે જીલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી PM મોદીએ ગુજરાત પંચાયત મહાસંમેલનમાં કરેલ ટકોરની શખ્ત અમલવારી કરાવે તે ખુબ જરૂરી છે
અરવલ્લી જીલ્લામાં સરપંચ પતિનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. મહિલા સરપંચના નામે તેમના પતિ જ વહીવટ કરતા હોય છે અને ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની ખુરશીમાં પણ મહિલા સરપંચ પતિ અડ્ડો જમાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!