42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાના ગોખરવા ગામની સીમમાંથી 282 લીટર દેશી દારૂના પોટલા સાથે છારાનગરના ત્રણ બુટલેગરો સકંજામાં 


અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, આ વચ્ચે દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલિસે પકડલે દેશી દારૂનો જથ્થો મોડાસાના સર્વોદયનગર ડુંગરી તેમજ ગણેશપુર વિસ્તારોમાં ઠલવાતો હોવાની વિગતો આધારભૂત સુત્રો તરફથી મળી છે.

Advertisement

મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં રોજનો હજ્જારો લીટર દેશી દારૂ શ્રમિકો ગટગટાવી જતા હોય છે, જેમાં મોટા ભાગનો દેશી દારૂનો જથ્થો છારાનગર (જીવણપૂર) સહીત મોડાસા શહેરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોડીંગ અને સીએનજી રિક્ષા, સ્કૂટર,મોપેડ અને બાઈક મારફતે ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે, તેમજ છતાં મોડાસા ટાઉન પોલિસની ડી સ્ટાફ ટીમ શું કરે છે તે ભગવાન જાણે. આ વચ્ચે મોડાસા રૂરલ પોલીસે ગોખરવા ગામ નજીકથી ત્રણ મોપેડ પર જીવણપુર (છારાનગર)થી દેશી દારૂના પોટલાં ભરી નીકળેલ ત્રણ બુટલેગરોને દબોચી લઇ 1.75 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કરી, ત્રણે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Advertisement


મોડાસા રૂરલ પીઆઇ મુકેશ તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એચ.ગઢીયા તેમની ટિમ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે છારાનગરના ત્રણ બુટલેગરો દેશી દારૂના પોટલાં મોપેડ પર ભરી ગોખરવા થઇ મોડાસા તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા તાબડતોડ ગોખરવા ગામની સીમમાં વોચ ગોઠવી બાતમી આધારીત આવતા ત્રણ મોપેડને અટકાવી મોપેડ આગળ રહેલ થેલીઓ અને ત્રણે મોપેડની ડેકી ચેકીંગ કરતા ૨૮૨ લીટરની દેશી દારૂની પોટલીઓ મળી આવતા પોલીસે ૫ હજારના વધુનો દેશી દારૂના જથ્થા સાથે મોપેડ મળી ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

ત્રણ બુટલેગરો નામ વાંચો

Advertisement
  1. પ્રતાપસિંહ રમેશભાઈ રાઠોડ (છારા) એક્સેસ મોપેડ પર
  2. દીપેન્દ્ર મહેન્દ્રભાઈ રાઠોડ (છારા) હોન્ડા એક્ટિવા પર
  3. નરેશ રત્ના રાઠોડ (છારા) સુઝુકીના મોંઘાદાટ મોપેડ પર ખેપ મારી રહ્યો હતો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!