33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Exclusive : અરવલ્લી જિલ્લામાં ગેંગ રેપ, 3 નરાધમોએ સગીરાને પીંખી નાખતા ચકચાર,...

Exclusive : અરવલ્લી જિલ્લામાં ગેંગ રેપ, 3 નરાધમોએ સગીરાને પીંખી નાખતા ચકચાર, પોલિસે તપાસ હાથ ધરી

0
225

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વારો થઇ રહ્યો છે, જેમાં ચોરી, ખૂન તેમજ દારૂની હેરાફેરી સહિતની ઘટનાઓ ઘટતી હોય છે આ વચ્ચે વધુ એક ચકચારી ઘટના ઘટી છે. ભિલોડા પંથકમાં એક સગીરાને ત્રણ નરાધમો પોતાની હવસનો શિકાર બનાવતા પોલિસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભિલોડા પોલિસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ભિલોડા પંથકમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને 3 શખ્સો રિક્ષામાં બેસાડી નજીક આવેલા જસવંતપુરાના ગોચર અને બાવળના જંગલ વિસ્તારમાં લઇ ગયા હતા, જ્યાં ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો છે. સગીરાને ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા, પોલિસે ત્રણ ઇસમનો સામે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભિલોડા પોલિસે ત્રણ ઇસમો સામે IPC કલમ 363, 366, 376(2)(જી), 506(2) તેમજ પોક્સો એક્ટ કલમ 4,6,17 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!