38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ગુજરાત હેડ કલાર્ક પેપર લીક ના આરોપીની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત...

ગુજરાત હેડ કલાર્ક પેપર લીક ના આરોપીની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ

0
208

ગુજરાત નો બહુચર્ચિત પેપર લીક મામલે ગતરોજ પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તુષાર મેર ને આજે કોર્ટ માં રજુ કરી 14 દિવસ ના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરાઇ છે જોકે કોર્ટે દ્વારા પોલીસ ને હેડ ક્લાર્ક પેપર કૌભાંડ મામલે આજે 6 દિવસ ના રિમાન્ડ આપ્યા છે.

ગુજરાત ના બહુચર્ચિત હેડ ક્લાર્ક પેપર લિંક મામલે છ માસથી પોલીસ તપાસ હજુ યથાવત રહી છે ત્યારે ગતરોજ પાલીતાણા ના સોનપરી ગામના તુષાર મેર ની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેને આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.જેમાં કોર્ટે દ્વારા 16 મી તારીખ સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે સાથોસાથ સાબરકાંઠાના જિલ્લા પોલીસ દ્વારા હેડ ક્લાર્ક પેપર કૌભાંડમાં હજુ પણ છેવાડાના આરોપી સુધી પહોંચવા માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે દ્વારા 6 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 54 જેટલા આરોપીઓના નામ જાહેર થઈ ચૂકયા છે જે પૈકી 36 આરોપીની અટકાયત કરવામાં આવી છે જેમાંથી 27 જેટલા આરોપીઓ મેં જામીન મળી ચૂક્યા છે તેમ જ હજુ કેટલાક આરોપીઓ જેલના સળિયા પાછળ છે તેવા સંજોગો ગતરોજ જ તુષાર મેરના વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે જોકે આગામી સમયમાં સૌરાષ્ટ્ર લોબીમાં થી પણ વધુ નામ ખૂલવાની સંભાવના છે ત્યારે આગામી સમયમાં આરોપી તરીકે ઝડપાયેલા તુષાર મેર પાસેથી પણ મોટા નામ ખૂલવાની સંભાવના રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!