યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી અનેક લોકોના ઘર અને સપત્તિ તબાહ થઇ ચુકી છે, યુક્રેનના લોકોની સવાર બ્લોમ્બ બ્લાસ્ટના અવાજથી થતી હોય છે, આ વચ્ચે હવે યુદ્ધની દિશા બદલાઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. યુક્રેનની નીચુ પાડવા રશિયાએ નવો રસ્તો અપનાવીને સ્થાનિક નેતાઓને ઉપાડી દેવાની રણનિતીથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આવું જ કંઇક થયું છે, જ્યાં એક મેયરને રશિયાએ અપણહરણ કરી લીધા હોવાની ઘટના સામે આવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ યુક્રેનમાં મેલિટોપોલના મેયરનું શુક્રવારે રશિયન સૈનિકોએ અપહરણ કર્યું હતું. યુક્રેનની સંસદે ટ્વિટર પર જણાવ્યું હતું કે 10 બંધકોના જૂથે મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવનું અપહરણ કર્યું હતું.
મેયરના અપહરણની ઘટના સામે આવતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શુક્રવારે મોડી રાત્રે એક વિડીયો સંદેશમાં અપહરણની પુષ્ટિ કરી. તેમણે એ પણ કહ્યું કે, મેયર તરીકે ફેડોરોવ બહાદુરીપૂર્વક યુક્રેન અને તેના સમુદાયના લોકોનો બચાવ કરી રહ્યા હતા. ઝેલેન્સકીએ રશિયા પર પ્રહાર કરતા કહ્યું કે, તે રશિયન આક્રમણકારોની નબળાઈની સ્પષ્ટ નિશાની છે. તેઓ આતંકના નવા તબક્કામાં પ્રવેશ્યા છે. તેઓ હવે સ્થાનિક યુક્રેનિયન વહીવટીતંત્રના પ્રતિનિધિઓને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.