ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ બેઠક છે.
બેઠકમાં મુખ્યત્વે ઈરાનના પરમાણુ કાર્યક્રમ, મધ્ય પૂર્વની સુરક્ષા, ગાઝાની સ્થિતિ અને પ્રાદેશિક શાંતિ અંગે ચર્ચા થશે. નેતન્યાહૂએ પ્રસ્થાન પહેલાં જણાવ્યું કે ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને મધ્ય પૂર્વમાં શાંતિનો વ્યાપ વધારવો તેમની પ્રાથમિકતા રહેશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલા હાલ થંભ્યા હોવા છતાં સ્થિતિ હજુ પણ સંવેદનશીલ માનવામાં આવી રહી છે. વિશ્વભરના દેશોની નજર હવે આ બેઠકના પરિણામો પર છે.






