26 C
Gujarat
Saturday, August 1, 2026
Home પીપલ માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા યુવાનીની અવઢવથી ઉત્સવ સુધી એક...

માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા યુવાનીની અવઢવથી ઉત્સવ સુધી એક પ્રેમાળ ગોષ્ઠી નામનો અનોખો પરિસંવાદ યોજાયો

0
215

માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા યુવાનો અને મહિલાઓ ના સર્વાંગી વિકાસ અને સંસ્કાર માટે નેહલ ગઢવી નો પ્રેરણાદાયી સેમિનાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

માલપુર લેઉવા પટેલ સમાજ ના યુવાનો યુવતીઓ અને મહિલાઓ ને પશ્ચિમ ના દેશો ની સંસ્કૃતિ અને ટીવી મોબાઈલ ના દુષણો નો પ્રભાવ નહિ પડે અને મૂળ હિન્દૂ સંસ્કૃતિ તેમજ સમાજ ના નીતિ નિયમો ને અનુસરવા માટે માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજવાડી જુના તખતપુર ખાતે સાંજ ના સમયે ગુજરાત ના જાણીતા મોટિવેશન અને પ્રેરણાત્મક વક્તા નેહલ ગઢવી નો સેમિનાર નું આયોજન કરતા બાવન ગામ લેઉવા પાટીદાર સમાજના યુવાનો યુવતીઓ તેમજ સમાજ ના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમિનારમાં ભાગ લીધો હતો આ પ્રસંગે નેહલ ગઢવી એ આજના સમયમાં ટીવી મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ ના અનુકરણ અને સમાજ માં થતી બદીઓ રોકવા અને સમજ આપી હતી સમાજમાં સમાજ ના યુવાનો યુવતીઓ પોતાનો ઘરસંસાર રાખે તેના પર પણ ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં નેહલ ગઢવી ના વક્તવ્ય ની સમાજ માં સરાહનીય માનવા આવી તેમજ આયોજકો અને સમર્થકો ની પણ પ્રશંસા કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!