29 C
Ahmedabad
Monday, April 29, 2024

સાબરકાંઠા : SOGએ 11 ચોરીના iPHONE સાથે મોડાસાના યુવકને હિંમતનગરમાંથી દબોચ્યો, 7.65 લાખના 12 મોબાઈલ જપ્ત


મોડાસાનો નકીબહુસેન જેથરા દિલ્હી થી ચોરીના મોબાઈલ કુરિયરમાં મંગાવી વેચતો હતો

Advertisement

ઈમ્પોર્ટેડ અને ચોરીના આઈફોન માટે સમગ્ર દેશમાં મોડાસા શહેર ખુબ જાણીતું છે સાબરકાંઠા એસઓજી પોલીસે બસ સ્ટેન્ડ નજીકથી ચોરીના મોબાઈલ વેચાણ અર્થે ફરતા યુવકને અટકાવી તલાસી લેતા તેના થેલામાં ખાખી બોક્ષમાં સંતાડેલ ચોરીના 11 આઈફોન અને 1 સેમસંગ રૂ 7.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ એસઓજી પોલીસે યુવકની ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી

Advertisement

સાબરકાંઠા એસઓજી પીઆઇ પી.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે હિંમતનગર બી-ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા એસઓજી પોલીસને પીળા કલર પહેરેલી ટી-શર્ટ પહેરેલો યુવક ચોરીના મોબાઈલ વેચવા જુના સિવિલ સર્કલ થી ઉમાશંકર બ્રિજ તરફ ચાલતો પસાર થઇ રહ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે બાતમી આધારીત યુવકને ઝડપી પાડી તેના થેલાની તલાસી લેતા થેલામાં ખાખી બોક્ષમાં સંતાડેલ વિવિધ મોડલના 11 આઈફોન અને 1 સેમસંગ સ્માર્ટ ફોન રૂ.7.65 લાખનો જથ્થો જપ્ત કરી નકીબહુસેન સલીમભાઇ જેથરા (રહે,ગરીબ નવાજ સોસાયટી, કોલેજ રોડ, મોડાસા) સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી મોબાઈલ ચોરને હિંમતનગર બી-ડિવિઝનમાં સુપ્રત કર્યો હતો
સાબરકાંઠા એસઓજી પીઆઈ પી.એલ.વાઘેલાના જણાવ્યા અનુસાર, ચોરીના મોબાઈલ વેચાણ કરતો નકીબહુસેન જેથરા દિલ્હીથી ચોરીના મોબાઈલ કુરિયરમાં મંગાવી તેના સ્પેરસ્પાર્ટ અલગ અલગ કરી વેચાણ કરતો હોવાનું અને યુવક પાસેથી મળી આવેલ એક આઈફોન ચોરી અંગેની ફરિયાદ દિલ્હી રાજૌરી ગાર્ડન ખાતે નોંધાઈ હોવાનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!