38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ સાવિત્રી બાઈ ફૂલે ગ્લોબલ આઇકોન એજ્યુકેશન આઇકોન એચિવર્સ એવોર્ડ થી રાઠોડ...

સાવિત્રી બાઈ ફૂલે ગ્લોબલ આઇકોન એજ્યુકેશન આઇકોન એચિવર્સ એવોર્ડ થી રાઠોડ વિજયકુમાર ડી નુ દિલ્હી ખાતે સન્માન

0
188

ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા ગ્વાલીયર અને ટીમ મંથન આયોજિત નેશનલ કક્ષાએ એક દિવસીય શિક્ષા સંવાદ તેમજ સાવિત્રી બાઈ ફૂલે ગ્લોબલ આઇકોન એજ્યુકેશન એચીવર્સ એવોર્ડ કાર્યક્રમ નુ આયોજન ઇન્ડિયન સોશ્યલ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી ખાતે તા 11 જૂન ના રોજ કરવામાં આવ્યું .જેમાં શિક્ષણ ક્ષેત્રે કરેલ નવાચાર ને ધ્યાને લઇ દેશ વિવિધ 17 રાજ્ય માંથી 140 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લા ની લાખણી. તાલુકા ના ધ્રોબા ક્લસ્ટર માં સી.આર.સી.કો.તરીકે. ફરજ બજાવતા વિજયકુમાર ડી રાઠોડ દ્રારા શાળાના અને બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વિવિધ નવાચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. જેમને ભારત સરકાર જનરલ રક્ષા વિભાગ ના શ્રી કુલવીરસિંઘ સિંધુજી ના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમ માં પ્રોફેસર શ્રી ખેમ સિંહ ડહેરિયા કુલપતિ હિન્દી વિશ્વ વિદ્યાલય ભોપાલ,શ્રી લક્ષ્મીચંદ ગૌતમ શિક્ષા વિદ અવર સચિવ મહિલા બાલ વિકાસ મંત્રાલય ભારત સરકાર,શ્રી આર. બી. વર્મા ડાયરેક્ટર મોસમ વિભાગ ભારત સરકાર, શ્રી હરીશ મિણાજી Ncert ભારત સરકાર ઉપરાંત અનેક મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અધ્યક્ષ પ્રકાશ નિમરાજે સર તેમજ ટીમ મંથન ના નેશનલ મોટીવેટર શૈલેષભાઇ પ્રજાપતિ દ્રારા ખુબજ સુંદર આયોજન કરી નવાચારી શિક્ષકોને નેશનલ કક્ષાએ પ્રોત્સાહિત કર્યા હતા જેનો અમને ખુબજ આનંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!