38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Exclusive : અરવલ્લી જિલ્લાના એક જાણીતા પ્રૌઢ ઇન્ટરનેટ પર નગ્ન યુવતી સામે...

Exclusive : અરવલ્લી જિલ્લાના એક જાણીતા પ્રૌઢ ઇન્ટરનેટ પર નગ્ન યુવતી સામે નિર્વસ્ત્ર થઇ શરમજનક કરતૂત કરતા ભરાયા, VIDEO વાયરલ

0
308

ફેસબુક મેસેંજર પર અજાણી યુવતી કે મહિલા સાથે ફ્રેન્ડશીપ કરતા વિચારજો નહીંતો સાયબર ક્રાઈમનો ભોગ બનશો

અરવલ્લી જિલ્લાના અને ભૂતકાળમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા એક પ્રૌઢ ઇન્ટરનેટ પર ભાન ભૂલ્યા નિર્વસ્ત્ર યુવતી જોઈ ઉત્તેજિત બની નિર્વસ્ત્ર થયા

વાઈરલ થયેલ વિડીય મેરા ગુજરાત દર્શાવી શકતું નથી

દેશમાં સાઇબર ક્રાઇમને લગતા ગુન્હો અનેક લોકો શિકાર બની રહ્યા છે ફેસબુક પર અનેક સાયરબર ગેંગ યુવતીઓ પાસે એકાઉન્ટ બનાવી યુવાનો અને વૃધ્ધોને ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી દોસ્તી કરવાની ઓફર કરી લલચાવી હનીટ્રેપ કરી પૈસા પડાવી રહી છે જો હનીટ્રેપનો ભોગ બનેલ વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તો તેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરતી હોય છે

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ફેસબુક મેસેન્જરના માધ્યમથી વીડિયો કોલ સ્ક્રીન કેપ્ચર દ્વારા યુવાનોને બ્લેકમેઈલિંગ કરતી ટોળકીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે અરવલ્લી જીલ્લાના અને પૂર્વ શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ અને એક મોટી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ એક માનુની સાથે ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી શરીરસુખ માણવાની લાલચમાં સપડાતા પ્રૌઢને યુવતીએ નિર્વસ્ત્ર થઇ લલચાવી વિડીયો કોલ કરતા પ્રૌઢ પણ કામોત્તજક બની યુવતી સામે નિર્વસ્ત્ર થઇ કપડાં ઉતારી રૂમમાં બિભસ્ત હરકતો કરતા યુવતીએ વિડીયો કેપ્ચર કરી લેતા અને આ વિડીયો હનીટ્રેપ ગેંગે વાઇરલ કરતા પ્રૌઢને કોઠીમાં મોઢું ગાલી સંતાવાનો વારો આવ્યો છે પ્રૌઢની કરતૂત સામે લોકોમાં ભારે થું…થું થઇ રહી છે

કઈ રીતે ઈન્ટરેન્ટ સેક્સનો ભોગ બનાવી રહી છે હનીટ્રેપ વાંચો

સાયબર હનીટ્રેપ કરતી ગેંગની યુવતી યુવક કે પછી પ્રૌઢને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા પછી પ્રાથમિક પરિચય કેળવ્યા બાદ બ્યુટી ફોટા મોકલી અને મિત્રતા કરવા અને તેની મીઠી મીઠી વાતોમાં લલચાવતી હોય છે હનીટ્રેપ કરતી ગેંગને મુરઘો ફસાયો હોવાની જાણ થયા પછી હનીટ્રેપનો રમત ચાલુ થતી હોય છે

ફેસબુક પર મિત્રતા કરનાર માનુનીઓ પોતાના વસ્ત્રો પણ ઉતરતી હોય છે. તેમ જ સામેના વ્યક્તિને ઉત્તેજીત કરી તેના વસ્ત્રો પણ ઉતરાવતી હોય છે. આ સમયે આ એપ્લિકેશનના માધ્યમથી તેમજ વેબસાઈટના માધ્યમથી તે સમયે તે સ્ક્રીન કેપ્ચર કરી લેતી હોય છે.ત્યાર બાદ ગણતરીની મિનિટો પછી તુરંત જ ધમકીભર્યા એસએમએસથી શરૂ થઈ જતું હોય છે. તેમજ પૈસાની માગણી પણ કરવામાં આવતી હોય છે. જો માંગ સંતોષવામાં ન આવે તો સ્ક્રીન કેપ્ચરના માધ્યમથી કેપ્ચર કરવામાં આવેલા નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પણ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!