31 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લી જિલ્લામાં જળબંબાકાર, મોડાસામાં પાલિકાની પ્રી-મોન્સુન પ્લાનિંગ કામગીરીથી પ્રજા પરેશાન


પ્રી-મોન્સુન પ્લાનિંગ અંતર્ગત ગટર સાફ-સફાઈનું ચુકવણી પણ થઇ જશે તેવી લોકચર્ચા..

Advertisement

અરવલ્લી જિલ્લામાં સોમવારે મેઘરાજા મહેરબાન થતાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ત્યારબાદ બપોરના અરસામાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો હતો.

Advertisement

પ્રજાએ વિચાર્યું હતું કે, વરસાદી પાણીમાં ટહેલશું, પણ પાલિકાની પ્રિ-મોન્સુન પ્લાનિંગે ખેલ બગાડ્યો…!!

Advertisement

શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી નહીં પરંતુ સ્વચ્છ ગટરના પાણી ફરી વળ્યા..

Advertisement

દર વર્ષના જેમ આ વર્ષે પણ ગટર સાફ-સફાઈના નામે કોન્ટ્રાક્ટરોએ તાયફા કર્યા કે શું..?

Advertisement

મોડાસા શહેરમાં ભાર વરસાદ વરસદતા રસ્તાઓ પર વાહનોની અવર-જવર ધીમી પડી હતી, તો શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા હોર્ડિગ્સ પણ ધરાશાયી થયા હતા. તો બીજી બાજુ પાલિકાની પ્રી મોન્સુન પ્લાનિંગ કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગટરોમાં કચરો સાફ કરવાના દાવાઓ પોકળ સાબિત થયા હતા અને પાલિકાનું સેનેટરી વિભાગ અને તેના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

દર વર્ષે ગટર બ્લોક થાય છે પણ કોન્ટ્રાક્ટર્સ સામે કોઇ જ કાર્યવાહી કેમ નથી થતી ?

Advertisement

કેટલા વિસ્તારોમાં કેવી રીતે કોન્ટ્રાક્ટર્સ દ્વારા ગટર સાફ-સફાઈ કરાઈ તે પણ શંકા..!!!

Advertisement

ગટર સાફ સાફાઈની કામગીરીને કેટલીક જગ્યાના ફોટો બતાવી દઇ કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા ?

Advertisement

સેનેટરી વિભાગ પણ કોન્ટ્રાક્ટર્સના ઘૂંટણીએ પડી ઘી-કેળામાં મસ્ત હોવાની લોકચર્ચા..

Advertisement

મોડાસાના મુખ્ય ચાર રસ્તાઓ પર વરસાદી નહીં પરંતુ ગટરના પાણીથી ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા, જેને લઇને પાણીમાં કેવી રીતે ચાલવું તે પણ સવાલો ઊઠ્યા હતા. પાલિકાની દેખરેખ હેઠળ સેનેટરી વિભાગે ગટર સાફ-સફાઈ અભિયાન હાથ દર્યું હતું, તેનું ઉત્તમ પરિણામ મોડાસાના મુખ્ય માર્ગો પર જોવા મળતા લોકો આંનિદ થયા…!!!

Advertisement

જુઓ વરસાદી નહીં પરંતુ ગટરના પાણી ચાર રસ્તા પર ભરાયા…

Advertisement

જિલ્લાના ભિલોડા, માલપુર, મેઘરજ, ધનસુરા અને બાયડ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ થતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રસરી છે, પણ શહેરી વિસ્તારો અને નગર વિસ્તારોમાં પ્રથમ વરસાદ આફત લઇને આવ્યું હોય તેવું લાગ્યું, કારણ કે, સત્તાધિશોની અણઆવડતથી ઠેર-ઠેર પાણી ભરાતા પ્રજા પરેશાન જોવા મળી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!