33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : દારૂના વેચાણમાં બમણો નફો ગ્રામ્ય વિસ્તારમાં લબરમૂછિયા બુટલેગરો ફૂટી નીકળ્યા,...

અરવલ્લી : દારૂના વેચાણમાં બમણો નફો ગ્રામ્ય વિસ્તારમાં લબરમૂછિયા બુટલેગરો ફૂટી નીકળ્યા, અપાચે બાઈક અને મોપેડમાંથી દારૂ ઝડપાયો

0
232

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં પોલીસ ચોકીમાં ટ્રાફિક પોલીસ અને ત્રણ ટીઆરબી જવાન દારૂની મહેફિલ જમાવતા દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે રાજ્યમાં વિદેશી દારૂનો બેફામ વેપલો થઇ રહ્યો છે

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદોના ગ્રામ્ય વિસ્તરોમાં વિદેશી દારૂનું કટીંગ અને ધૂમ વેપલો થઇ રહ્યો છે દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં ત્રણ ગણો નફો હોવાથી અનેક લબરમૂછિયા યુવાનો બુટલેગરો બની ગયા છે મોડાસા રૂરલ પોલીસે સાયરા છાપરા નજીક અપાચે બાઈક પર દારૂની ખેપ મારતા ખડોદાના બે લબરમૂછિયા બુટલેગરોને ઝડપી લીધા છે જીલ્લા LCB પોલીસે પેલેટ ચોકડી નજીક જ્યુપીટર મોપેડમાં દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી કુડોલ ઘાંટાના બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા ગ્રામ્ય પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે સાયરા છાપરા નજીકથી બાતમીના આધારે રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરી અપાચે બાઈક પર પસાર થતા જીજ્ઞેશ રજુ મકવાણા અને અલ્પેશ રણજીતસિંહ પરમાર (બંને,રહે, ખડોદા) ને ઝડપી પાડી વિદેશી દારૂના ક્વાંટરીયા નંગ-222 કીં.રૂ.33300/- , મોબાઈલ અને બાઈક મળી રૂ.83 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવયેલ ખડોદાના બુટલેગર રાજુ રણછોડ પરમાર અને રાજસ્થાન ઇટવાના સુરેશ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે જ્યુપિટર પર વિદેશી દારૂની ખેપ મારી રહેલા કુડોલ ઘાંટાના બુટલેગર વનરાજ સોમા કટારાને દબોચી લઇ 8 હજારની વિદેશી દારૂની 40 બોટલ જપ્ત કરી વિદેશી દારૂ, બે મોબાઈલ અને મોપેડ મળી રૂ.53500/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર મોડાસા ખલીકપુરના વિશાલ રણજિત ચૌહાણ અને ગણેશપુરના જીગર ઉર્ફે જીગો જેઠાજી ડામોર નામના બંને બુટલેગરો સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!