35 C
Ahmedabad
Saturday, April 27, 2024

સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો


કેરી મનોરથ નો પ્રસાદ 10 હજાર થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવશે

Advertisement

સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવ્યા વિશેષ મનોરથ. ફળોનો રાજા ગીરની વિશ્વ િવખ્યાત કેસર કેરી ના મનોરથ. 2600 કિલો કેરી નો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો. ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્ય બન્યા.

Advertisement

2600 કિલો કેરી વેરાવળ શહેરના હરસિધ્ધી, ભીડીયા, બંદર રોડ, તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ગામડાઓ જેવા કે આદ્રી, પાલડી, ચાંડુવાવ, સીડોકર, સારસવા, સિમાર, સુપાસી, વડોદરા ડોડિયા, કિંદરવા, આજોઠા, બાદલપરા, બિજ, મેઘપુર, ભાલપરા, કાજલી, સોનારીયા, છાત્રોડા, નવાપરા, ડાભોર, તાતીવેલા, ડારી, દેદા, મલોંઢા, છાપરી, વાવળીઆદ્રી, ચમોડા, મોરાજ, ગોવિંદપરા, આંબલીયારા, ઇણાજ, ઉંબા, સવની, ભેરાળા, મંડોર, ઉમરાળા, હસનાવદર સહિતના 55 ગામડાઓની કુલ 324 આંગણવાડીઓમાં 324 જેટલી આંગણવાડી મુખ્યસેવિકાઓ તેમજ વર્કર/હેલ્પર બહેનો દ્વારા 3 થી 6 વર્ષની ઉમરના 10,270 જેટલા બાળકોને સોમનાથ મહાદેવના કેરી પ્રસાદ નુ વિતરણ 2 દિવસના સમય મર્યાદામાં કરવામાં આવશે.

Advertisement

આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેરી મનોરથ ની સંકલ્પ પુજા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ એ કરેલી હતી. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝીક્યુટીવ ઓફિસર દિલીપભાઇ ચાવડા સહિત ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી, સાથે જ આંગણવાડીના બાળકો સુધી પ્રસાદ પહોચે અને સુનિયોજીત રીતે વિતરણ થાય તે અંગે માઇક્રોપ્લાનીંગ અને સુંદર વ્યવસ્થા જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ તથા જીલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પ્રોગ્રામીંગ ઓફિસર આઇસીડીએસ તથા નાયબ જીલ્લા વિકાસ અધિકારી આર કે મકવાણા તથા સહાયક સ્ટાફ મંગળાબેન મહેતા અને મંજુલાબેન મકવાણા અને 324 જેટલા આંગણવાડી મુખ્ય સેવીકા / વર્કર / હેલ્પર બહેનોના કઠોર પરિશ્રમ રૂપે આ આયોજન સફળ બનેલ હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!