38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા નગર પાલિકાની પડોશી લક્ષ્મી સોસાયટીના પ્રવેશ દ્વાર પર ગટરના પાણી ઉભરાયા,...

મોડાસા નગર પાલિકાની પડોશી લક્ષ્મી સોસાયટીના પ્રવેશ દ્વાર પર ગટરના પાણી ઉભરાયા, લોકો ત્રાહિમામ

0
222

અરવલ્લી જિલ્લામાં પ્રી-મોન્સૂન પ્રાનિંગના નામે પાલિકાએ તાયફા કરીને લોકોને બેવકૂફ બનાવવાનો પરવાનો કોન્ટ્રાક્ટર્સને થમાવી દેતા લોકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે પણ પાલિકાના પેટનું પાણી પણ નથી હલતું અને ચૂંટણી આવે એટલે મત માંગવા આવી જાય છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ગટર સાફ-સફાઈના કોન્ટ્રાક્ટ્રસ પાલિકા પર હાવી…?

કેવી રીતે સાફ-સફાઈ કરે છે તે એક સવાલ ?

મોડાસા નગર પાલિકાનું સેનેટરી વિભાગ કોન્ટ્રાક્ટર્સના ઘૂંટણિયે પડ્યું…!!!

સેનેટરી વિભાગ પોતાની જવાબદારી નહીં નિભાવે તો કોણ નિભાવશે તે એક સવાલ..

પ્રજાના પૈસે તાગડધિન્ના કરતી ગટર સાફ-સફાઈ એજન્સીના કોન્ટ્રાક્ટર્સ..

મોડાસા નગર પાલિકા હાલ ખાડાઓ અને હવે વરસાદી પાણીના ખાબોચિયાઓથી ભરાઈ ગયું છે તો પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે કોન્ટ્રાક્ટ્રર્સને ઘી-કેળાં પીરસતી પાલિકાની કામગીરી પર હવે લોકો ખુલીને વિરોધ કરી રહ્યા છે. મોડાસા નગર પાલિકાથી માત્ર 100 મીટર દૂર જ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરો ઉભરાઈ ગઇ છે અને પાણીનો કોઇ જ નિકાલ નથી, જેથી વરસાદી પાણી તેમજ ગટરનું ગંદુ પાણી લક્ષ્મી સોસાયટીમાં આવી જાય છે, હવે સ્થાનિક લોકોએ ક્યાં ચાલવું અને કેવી રીતે રહેવું તે એક સવાલ છે.

મેરા ગુજરાતની અપીલ, આપની સોસાયટી નજીક સાફ-સફાઈ થાય તેનું ધ્યાન રાખો,,,

યોગ્ય ન લાગે તો તાત્કાલિક પાલિકાનું ધ્યાન દોરો, તો જ સુધરશે…એજન્સી

….નહીંતર પ્રજાના પૈસે દરવર્ષે કામગીરીના નામે થશે તાયફા…

પાલિકા પ્રમુખ સહિત નગર પાલિકાના કર્મચારીઓએ 1 જૂનના રોજ લક્ષ્મી સોસાયટીની મુલાકાત કરી હતી, ત્યારબાદ વરસાદ વરસ્યો પણ હજુ સ્થાનિક લોકોની સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ વરસાદ થયો અને લોકોની મુશ્કેલી વધી, વધુ જ ગટરનું પાણી સોસાયટીમાં ઘૂસી ગયું અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.

મોડાસા નગર પાલિકાની નજીકમાં એટલે કે, પડોશમાં આવેલી લક્ષ્મી સોસાયીટમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇને પાલિકાની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, અને સ્થાનિક લોકોએ વરસાદ પહેલા રજૂઆત પણ કરી હતી, તેમ છતાં તેઓની સમસ્યાનું કોઇ જ સમાધાન થયું નથી. આ મુલાકાતને 15 દિવસનો સમય વીતી ગયો તેમ છતાં કોઇ જ નક્કર પરિણામ નહી મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!