29 C
Ahmedabad
Monday, April 29, 2024

આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટ નો પર્દાફાશ, બિચ્છુ ગેંગના સાગરિતો સકંજામાં આવ્યા


હાલ ગુજરાતમાં પોલિસ દ્વારા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, આ વચ્ચે વડોદરમાં પણ પોલિસે ડ્રગ્સ રેકોટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે, જેમાં એક મહિલા સહિત કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરિતો ઝડપાઈ ગયા છે.

Advertisement

વડોદરાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ને બાતમી મળી હતી કે, શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફે તન્નુ મલેક તથા તેની સાથે એક મધુમિતા ઉર્ફે અનામિકા નામની મહિલાને મધ્ય પ્રદેશ પાસિંગની કારમાં મધ્ય પ્રદેશ તરફથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને હાલોલ રોડ થઇ વડોદરા આવી રહ્યા છે. જેથી પોલીસે ગોલ્ડન ટોલનાકા પાસે વૉચ ગોઠવી હતી. આ શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેનો પીછો કરી દરજીપુરા RTO રોડ પર ઝડપી પડયા હતા ,અને કારમાં બેઠેલા વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન મળી આવ્યું હતું. તેમની પાસેથી 8 લાખ 10 હજાર 400ની કિંમતનું 81 ગ્રામ 40 મિલિગ્રામ ડ્રગ્સ મળ્યું છે.કુલ કિંમત કાર અને ડ્રગ્સ મળી કુલ 12 લાખ 8 હજારનો SOG પોલીસે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના ઉજ્જૈન-ઇન્દોરના રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ નામના વ્યક્તિ પાસેથી આ જથ્થો ખરીદ્યો હતો. રસ્તામાં પોલીસને તેમના પર શંકા ન જાય અને ચેકિંગ ન થાય તે માટે તેમણે મુંબઇના થાણેમાં રહેતી મધુમિતા ઉર્ફે અનામિકાને સાથે રાખી હતી. જો કે પોલીસે આ તમામને ઝડપી લઇ મેફેડ્રોન ડ્ર્ગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મહિલા સહિત ચાર સામે વડોદારના હરણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરવામાં આવી છે. જ્યારે રતલામના લાલુ નામના ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મોટો જથ્થો ખરીદી નાની પડીકીઓ બનાવી વેચતા પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ છેલ્લા છ મહિનાથી રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ખરીદતા હતા અને નાની-નાની પડીકીઓ બનાવી નશો કરતા બંધાણીઓને વેચતા હતા. આ મામલે ઝડપાયેલ વડોદરાનો તન્નુ ઉર્ફે તનવીર વડોદરા શહેરમાં ખંડણી તેમજ જમીન પચાવી પાડવાના ગુનાઓમાં તેમજ રાયોટિંગ, મારામારી અને હત્યાના પ્રયાસના ગુનાઓમાં સંડોવાયેલો છે તેમજ બિચ્છુ ગેંગનો સાગરીત છે.

Advertisement

ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓ

Advertisement
  1. મધુમિતા ઉર્ફે અનામિકા રોહિત સીંગ (રહે. દત્તાત્રેય એપાર્ટમેન્ટ, લોકમાન્ય નગર, થાણે, મુંબઇ
  2. પાર્થ ઉર્ફે સરદાર પ્રદિશ શર્મા (રહે. વુડ્સ કેપ વિલા, બિલ, વડોદરા)
  3. તનવીરહુસેન ઉર્ફે તન્નુ શબ્બીરહુસેન મલેક (રહે. મુર્તુજા પાર્ક, તાંદલજા, વડોદરા)
  4. શેહબાઝ મુસ્તુફાભાઇ પટેલ (રહે. ગફાર પાર્ક,કોઠિયાપુરા, તાંદલજા, વડોદરા

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!