38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Exclusive : ભિલોડા ગેંગ રેપમાં ઘટસ્ફોટ : સગીરાએ 3 યુવકો સામે નોંધાવેલી...

Exclusive : ભિલોડા ગેંગ રેપમાં ઘટસ્ફોટ : સગીરાએ 3 યુવકો સામે નોંધાવેલી ગેંગરેપની ફરિયાદ ખોટી, સગીરાએ ખોટી ફરિયાદ નોંધાવતા તર્ક વિતર્ક

0
278

ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની કોમ્પ્યુટર ક્લાસ કરતી સગીરા પર ત્રણ યુવકોએ રિક્ષામાં બેસાડી જસવંતપુરા ગામના ગૌચર અને જંગલમાં ખેંચી જઈ ગેંગ રેપ કર્યા પછી ત્રણે યુવકોએ જાન થી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાની માતાએ નામજોગ નોંધાવતા ભિલોડા પોલીસ સહીત જીલ્લાની 5 ટિમોએ ગણતરીના કલાકોમાં ત્રણે યુવકોની સઘન પૂછપરછ હાથધરી હતી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા કોઈ અઘટિત ઘટનાનો ભોગ સગીરા ન બની હોવાનું બહાર આવતા પોલીસે સગીરાની પૂછપરછ કરતા સગીરાએ પણ તેની સાથે ગેંગ રેપ થયો ન હોવાનું જણાવતા પોલીસે હાશકારો અનુભવવાની સાથે પોલીસતંત્ર માટે અસમંજસ ભરી સ્થિતિ પેદા થઇ છે

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડાની સગીરાએ ત્રણે યુવકો સામે ગેંગરેપ તેના કૌટુંબિક પરિવારની દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા તેના કાકાના કહેવાથી પ્રેમી યુવક અને તેની સાથે રહેતા બે મિત્રો સામે ગેંગરેપની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે ભિલોડા સહીત જીલ્લા પોલીસતંત્રની સતર્કતા અને સઘન પૂછપરછને પગલે ત્રણ નિર્દોષ યુવકો ગંભીર ગુન્હાના આરોપ માંથી છુટકારો થયો હતો

ભિલોડા ગ્રામ્ય વિસ્તારની સગીરાએ તેને ત્રણ શખ્સો રિક્ષામાં ઉઠાવી જઈ જસવંતપુરા ગામના ગૌચર અને જંગલમાં ખેંચી જઈ ગેંગ રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં સગીરા પર થયેલ ગેંગરેપ સ્થળ નિરીક્ષણ કરવાની સાથે સગીરા અને તેના પરિવાજનોની શંકાસ્પદ વર્તણુક અને મેડિકલ પરીક્ષણમાં દુષ્કર્મ થયું ન હોવાનું બહાર આવતા પોલીસે સગીરાની સઘન પુછપરછ કરતા સગીરા પડી ભાગી હતી અને તેની સાથે આવી કોઈ ઘટના ઘટી ન હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને સગીરાનું કોર્ટ સમક્ષ નિવેદન નોંધી ફરિયાદની બી સમરી ભરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

ભિલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારની સગીરા પર ગેંગ રેપની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી ગેંગ રેપની ઘટનાની ગંભીરતાના પગલે SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ભિલોડા પોલીસની બે ટિમ , એલસીબી,એસઓજી અને પેરોલ ફર્લોની ટિમ અને DYSP ભરત બસિયાએ સ્થળની ઝીણવટભરી તપાસ હાથધરી હતી દૂધનું દૂધ અને પાણી નું પાણી કરી નાખ્યું હતું ખોટી ફરિયાદ નોંધાવનાર સગીરા અને તેના પરિવારજનો સામે ભિલોડા પંથકના લોકોએ ફિટકાર વરસાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!