37 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : ભિલોડા ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ સભા યોજાઈ, જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત નગરપાલિકા સમકક્ષની ભિલોડા ગ્રામ પંચાયત કચેરીના સભા ખંડમાં ભિલોડા તાલુકા વિકાસ અધિકારી જે.એમ.ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાઈ હતી.

Advertisement

ગ્રામ સભામાં સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,તલાટી કમ મંત્રી કૃપાબેન પટેલ,હેડ ક્લાર્ક ભુપેશભાઈ રાઠોડ સહિત ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. જાગૃત નાગરિકોએ અનેક પ્રાણ પ્રશ્નો સંદર્ભે હલ્લાબોલ મચાવ્યો હતો.જાગૃત નાગરિકો ધ્વારા ચર્ચાયેલા પ્રાણ પ્રશ્નો જેવા કે,જરૂરિયાત વાળા લાભાર્થીઓને છેલ્લા ધણા વર્ષોથી પ્લોટ મળતા નથી ? અમુક લાભાર્થીઓએ મફતીયા પ્લોટો લાખ્ખો રૂપિયા મેળવી વેચી માર્યા હોવાની ચર્ચા અને રજુઆત કરાઈ હતી.ભ્રષ્ટાચાર સંદર્ભે રજુઆત કરાઈ હતી.ભિલોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કોન્ટ્રાકટર ધ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ આર.સી.સી રસ્તો ગેરરીતી આચરી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની રજુઆત કરાઈ હતી.બિલાડીના ટોપની માફક કોઈ પણ રોક – ટોક વગર દિન – પ્રતિ – દિન વધતા દબાણો સંદર્ભે રજુઆત કરાઈ હતી.ગેરકાયદેસરના દબાણો અને બાંધકામ હટાવવા સંદર્ભે ધારદાર રજુઆત કરાઈ હતી.પીવાનું પાણી પુરતા ફોર્સથી આવતું નથી તે સંદર્ભે ન્યાયિક રજુઆત કરાઈ હતી.ભિલોડા હાથમતી નદી કિનારે આવેલ ખખડધજ સ્મશાનનું સમારકામ સત્વરે હાથ ધરવા ન્યાયિક રજુઆત કરાઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!