38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ હિંમતનગર A ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં 70,900, ના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

હિંમતનગર A ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં 70,900, ના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

0
201

મોબાઈલ ખરીદવાના બહાને આવેલ ઇસમ એપલ કંપનીનો આઈફોન 12 મોડલ નો મોબાઇલ ચોરી કરી લઇ ગયો હતો

હડિયોલ પુલ છાપરીયા વિસ્તારમાં આવેલ ફોન વાલે મોબાઈલની દુકાન થોડા દિવસ પહેલા અલ્પેશ નારાયણભાઈ નામનો ઇસમ મોબાઈલ ખરીદવા આવ્યો હતો. તેણે અલગ અલગ કંપનીના મોબાઈલ જોયા બાદ આઇફોન 12 પસંદ કરી તેણે મોબાઈલ પર લોન કરાવાનું જણાવ્યું હતું ત્યારબાદ એચડીએફસી બેંકની લોન ની પ્રોસેસ કરતા તેને 10,411 ડાઉન પેમેન્ટ ભરવાનું નક્કી થયુ હતુ પણ તેની પાસે પુરા પૈસા ન હોવાનું જણાવતા આવતીકાલે ડાઉન પેમેન્ટ ભરી મોબાઈલ લઈ જઈશ તેમ જણાવી નીકળી ગયો હતો.

સાંજે મોબાઈલ સ્ટોક મેન્ટેન કરતા એક iphone 12 મોબાઈલ મળ્યો ન હતો

બીજા દિવસે અલ્પેશ નારાયણભાઈ ડાઉન પેમેન્ટ ના પૂરા પૈસા લઈ મોબાઈલ ફોન લેવા માટે આવ્યા હતા ત્યારે દુકાનના સ્ટોકમાં iphone 12 ન મળતા અલ્પેશ નજર છૂપી રીતે મોબાઇલ લઇ ગયા હોવાના સકના આધારે એ ડિવિઝન ફરિયાદ નોંધાવી હતી. શકના આધારે પોલીસે પૂછપરછ કરતા તેણે મોબાઇલ ફોન ચોરી કર્યાની કબુલાત કરી હતી અને ચોરી કરે મોબાઈલ ઇડર તાલુકાના ભાણપુર ગામના નરેશભાઈ આ સાંભળીને વેચો હોવાનું જણાવતા નરેશભાઈ ની પૂછપરછ કરતા તેમણે મોબાઇલ ફોન સંચિત મુકેશભાઈને આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે આ ત્રણેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મોબાઇલ ચોરનારા
અલ્પેશ નારાયણભાઈ રહે. ભુવલ. તા. ઇડર જી. સાબરકાંઠા

ચોરી નો મોબાઈલ રાખનાર
નરેશભાઈ ભાણાભાઈ રહે. ભાણપુર તા. ઈડર
સંચિત મુકેશ રહે.૯૧. લાભ ગ્રીન સોસાયટી હિંમતનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!