29.2 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ જાયન્ટ્સ મોડાસા દ્વારા બલિદાન દિવસે રાણી લક્ષ્મીબાઈને શ્રદ્ધાંજલિ અર્પણ

જાયન્ટ્સ મોડાસા દ્વારા બલિદાન દિવસે રાણી લક્ષ્મીબાઈને શ્રદ્ધાંજલિ અર્પણ

0
220

18 જૂને, “રાણી લક્ષ્મીબાઇ બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. પોતાના જીવનની અંતિમ લડાઇમાં રાણી લક્ષ્મીબાઇએ બતાવેલા શૌર્યના તેજ સામે અંગ્રેજો પણ અંજાઇ ગયા હતા. વર્ષ 1851માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો, જે માત્ર ચાર મહિનાની વયે મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેમના પતિ ગંગાધર રાવની તબિયત કથળવા લાગી. તેથી રાણી લક્ષ્મીબાઈને એક દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી અને તેમણે એક સંતાન દત્તક લીધું. એવા સૂર્યવંશ રાણી લક્ષ્મીબાઈ સ્વતંત્ર સંગ્રામ નો જાણે પાયો નાખ્યો હતો. અંગ્રેજો સામે માતૃભૂમિ માટે મરતે દમ તક લડ્યા હતા એવા ઝાંસીની રાણી ની યાદ કરતા જાયન્ટસ મોડાસાના નિલેશ જોશી. ધર્મેન્દ્રસિંહ રાઠોડ. પ્રવીણ પરમાર. નવનીત પરીખ મુકુંદ સોની .કિશોર જોશી .દ્વારા મોડાસાના ગણેશપૂરા વિસ્તારમાં ત્રણ રસ્તા ઉપર તાજેતરમાં જ મૂકવામાં આવેલ રાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્યુ ને ફુલ માલા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!