33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : SP સંજય ખરાતે વધુ એકવાર બદલીનો ગંજીફો ચીપ્યો, 1 PI...

અરવલ્લી : SP સંજય ખરાતે વધુ એકવાર બદલીનો ગંજીફો ચીપ્યો, 1 PI અને 6 PSIની જીલ્લામાં આંતરિક બદલી

0
239

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એક સાથે 148 પોલીસકર્મીઓની બદલી કર્યા પછી વધુ એક વાર બદલીનો ગંજીપો ચીપ્યો હતો જેમાં જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા 1 પી.આઈ અને 6 પીએસઆઈ ની સાગમેટે બદલી કરતા જીલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો જીલ્લા પોલીસવડાએ છિપેલા બદલીના ગંજીપા થી “કહી ખુશી કહી ગમ” જેવો માહોલ પોલીસબેડામાં જોવા મળ્યો હતો હતો

શનિવારે જીલ્લા એસપી સંજય ખરાતે એક પીઆઈ અને છ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી જેમાં લિવ રિઝર્વ કન્ટ્રોલ પીઆઈ એમ.એમ.માલીવાડને બાયડ સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પીએસઆઈની પણ અરસ પરસ બદલી કરવામાં આવી છે

બદલી થયેલા અધિકારીઓની યાદી
1) મોડાસા ટાઉન પીએસઆઇ સુખીબેન માળીની આંબલીયારા પોલીસ સ્ટેશનમાં
2) માલપુર પીએસઆઈ એસ.કે.દેસાઈ ને બાયડ પોલીસ સ્ટેશનમાં
3) આંબલીયારા પીએસઆઇ આર.એમ.ડામોરને માલપુર પોલીસ સ્ટેશનમાં
4) બાયડ પીએસઆઈ એચ.એસ.પરમારને મેઘરજ પોલીસ સ્ટેશનમાં
5) મેઘરજ પીએસઆઈ અનંત દેસાઈ ને મોડાસા ટાઉન પીએસઆઈ અને
6) એલઆઈબી પીએસઆઇ પી.ડી.રાઠોડની બાયડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

PI જે.પી.ભરવાડને રીડર શાખા અને એલઆઈબીનો વધારાનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનું ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!