28 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ મોડાસામાં અર્બુદા શરાફી સહકારી મંડળીની 22મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મોડાસામાં અર્બુદા શરાફી સહકારી મંડળીની 22મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

0
211

મોડાસામાં અર્બુદા શરાફી સહકારી મંડળીની ૨૨મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન હરેશભાઇ એન.પટેલની અધ્યક્ષતામાં યોજાઈ

હતી જેમાં એજન્ડા મુજબનું કામકાજ ઉપસ્થિત સભાસદોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.ડિરેકટર મુળજીભાઈ પટેલે એજન્ડા વંચાણે લીધા હતા જ્યારે સભા સંચાલન ચીમનભાઈ પટેલે કર્યું હતું.અંતમાં પ્રમુખપદેથી બોલતા ચેરમેન હરેશભાઇએ આગામી દિવસોમાં મંડળી દ્વારા હાથ ધરવા ધારેલ કેટલાક કામોની જાણકારી આપી હતી અને થયેલ કામોનો પણ સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ વર્ષે મંડળીએ રૂ.19.32 લાખનો કાચો નફો અને રૂ.14.90 લાખનો ચોખ્ખો નફો કરતા ચેરમેને સૌ ડિરેક્ટરો, સભાસદો અને સારી વસુલાત માટે મેનેજર સહિત કર્મચારીઓને પણ બિરદાવ્યા હતા.અંતમાં આભારવિધિ મંડળીના ડિરેકટર,જિલ્લા સંઘના અધ્યક્ષ પી.પી. પટેલે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!