38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Impact : બસ સ્ટેશન પાલિકા દ્વારા સ્ટ્રોમ વોટર પાઈલ પાઈન નાખવાની કામગીરી,...

Impact : બસ સ્ટેશન પાલિકા દ્વારા સ્ટ્રોમ વોટર પાઈલ પાઈન નાખવાની કામગીરી, સ્થાનિક રહીશોને થશે રાહત

0
169

મોડાસા શહેરમાં પ્રથમ વરસાદ થતાં જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ હતી, આ વચ્ચે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન સફાઈની કામગીરી ચાલી રહી હતી પણ પાણી ભરાઈ ગયા હતા. આ વચ્ચે મોડાસાના બસ સ્ટેશન પાછળ આવેલી લક્ષ્મી સોસાયટી વિસ્તારના રહીશોને પાણ હાલાકીઓનો સામનો કરવો પડતો હતો.

મેરા ગુજરાતમાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પાલિકા દ્વારા લક્ષ્મી સોસાયટની રહીશોને હાલાકીઓનો સામનો ન કરવો પડે તે માટે સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, અને ગટર સાફ-સફાઈ કરતી એજન્સી દ્વારા પણ આ મુલાકાત લેવામાં આવી હતી. લક્ષ્મી સોસાયટી વિસ્તારમાં પાઈપ લાઈન બ્લોક હોવાથી પાણીનો ફ્લો અટકી ગયી હતો ત્યારે નવી પાઈપ-લાઈન નાખવાની કામગીર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

એજન્સી દ્વારા શહેરના બજાર વિસ્તારમાં પૂરજોશમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ

જુના બસ સ્ટેશન વિસ્તારમાં અજન્ટા કોમ્પ્લેક્ષ નજીક પાઈપ લાઈન નાખવાની કામગીરી બાદ આસપાસની સોસાયટીની સ્ટ્રોમ વોટર લાઈન જેટી મશીન દ્વારા સફાઈ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બસ સ્ટેશન પાછળ ગટર લાઈન બ્લોક હોવાને કારણે પાણી બહાર આવી જતું હતું જેને લઇને પાલિકાની ટીમ દ્વારા એજન્સી સાથે મુલાકાત કરીને નવી પાઈપ લાઈન નાખીને તાત્કાલિક બ્લોક ગટર સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!