31 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીને લઇને CM ની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલી બેઠક


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022 અંતર્ગત બ્રીફીંઞ મિટિંગ યોજાઈ

Advertisement

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022, શિક્ષણ વિભાગના સંદર્ભે વર્ષ 2022-23 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.23, 24 અને 25 જૂન 2022(ગુરૂવાર થી શનિવાર) દરમ્યાન શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવેશોત્સવ-2022ના આયોજન સંદર્ભ મુખ્યમંત્રીના અઘ્યક્ષ સ્થાને તા.20/06/2022 નાં રોજ ગાંધીનગર ખાતેથી બ્રીંકીંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૂચનાઓનું અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવામા આવ્યું હતુ.

Advertisement

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે,નરેન્દ્રભાઈ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પાયો મજબૂત કરવાનું કામ કર્યું. કોરોના દરમ્યાન પડેલી મુશ્કેલીઓથી આગળ આવીને શિક્ષણને વધુ મજબૂત બનાવવાનું કાર્ય આપણે તમામ સાથે મળીને કરીશું. કોઈપણ મુશ્કેલી હોય તો તેને હલ કરવા માટે સરકાર મક્કમ છે.ગુજરાતના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપીને દેશમાં ભવિષ્ય માટે તૈયાર કરવા આપણે સાથે મળીને સફળ પ્રયાસ કરીશું.

Advertisement

Advertisement

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ કાર્યક્રમમાં જણાવ્યું,કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ કરી રહ્યા છીએ. ગુજરાતની શાળાઓમાં પ્રવેશ લઈને દરેક બાળક શિક્ષણ મેળવે અને શિક્ષિત બને તેવા મક્કમ પ્રયાસો છે.શિક્ષણમાં જાગૃતિ લાવીને શિક્ષિત યુવાનો આત્મનિર્ભર બને તેવી કોશિશ કરવા માટે પ્રયાસો છે.અધૂરું શિક્ષણ પૂરું થાય તેવી નેમ સાથે આ કાર્યક્રમને સફળ બનાવીશું.

Advertisement

અરવલ્લી જિલ્લા ખાતે આ કાર્યક્રમમાં કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, ડીડીઓ શ્વેતા તેવટિયા, પોલીસ અધિક્ષક સંજય ખરાત, શિક્ષણવિભાગના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!